તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:હોલમાર્કના જટિલ કાયદામાંથી મુક્તિ મળતા કચ્છના નાના જવેલર્સને રાહત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરેણાં પર સ્ટેમ્પના બદલે લોગો લગાવશે તો દાગીના જપ્ત થવાને પાત્ર રહેશે

તાજેતરમાં કેન્દ્ર સરકારે સોનાના દાગીના પર હોલમાર્કનો કાયદો ફરજીયાત બનાવ્યો છે જેનો ઘણો વિરોધ પણ થયો હતો જોકે હવે સરકારે આ કાયદામાં નાના વેપારીઓને રાહત આપી છે. કચ્છ જિલ્લા સોના ચાંદી મહા મંડળના પ્રમુખ હીરાલાલ સોનીના જણાવ્યા પ્રમાણે,દેશમાં 256 જિલ્લામાં જ્યાં હોલમાર્ક સેન્ટર આવેલા છે ત્યાં હોલમાર્કનો કાયદો ફરજીયાત બનાવાયો છે જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે હોલમાર્કની સાથે કમ્પ્યુટરથી યુઆઇડીની જટિલ પ્રક્રિયા પણ કરવાની હોય છે ઘણા નાના વેપારીઓ પાસે કોમ્યુટર નથી અથવા તેઓ જાણકાર નથી.

જેથી વિરોધ થતા નાના જવેલર્સને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે જેને વેપારીઓ આવકારે છે.મોટાભાગના વેપારીઓ પોતાના ગુડવીલ પર વેપાર કરતા હોય છે આ કાયદામાં રજૂઆતો બાદ સુધારા પણ કરવામાં આવ્યા છે જો નાના વેપારીઓને કાયદામાંથી મુક્તિ મળી ન હોત તો અનેક જવેલર્સને દુકાનો બંધ કરવાનો સમય આવ્યો હોત.મહામંડળ દ્વારા નાના વેપારીઓને ભલામણ કરાઈ છે કે,સરકારની નિયત કેટેગરીના ઘરેણાં રાખવા અને તેના પર સ્ટેમ્પ લગાવવો પરંતુ લોગો લગાવી શકાશે નહીં અને આવા દાગીના જપ્ત થવાને પાત્ર રહે છે આવતા વર્ષે ચાંદીમાં પણ હોલમાર્ક આવે તેવી શકયતા છે આ કાયદાની અમલવારી માટે તાલુકા મથકોએ મહા મંડળ દ્વારા બુલિયનોને સાથે રાખીને બેઠકો યોજવા પણ તાલુકા પ્રમુખોને સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...