તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કચ્છના વાહન ચાલકોને રાહત, 31મીએ પૂર્ણ થતી મુદ્દત ત્રણ માસ લંબાવાઇ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોરોના લોકડાઉનને કારણે વાહન પાસિંગ, લાઇસન્સ સહિતમાં સમય અપાયો હતો

કોરોના મહામારીને કારણે ત્રણેક માસ આરટીઓ કચેરીઓ બંધ રહી હતી, તો કચેરીમા એપોઈન્ટમેન્ટ સીસ્ટમ લાગુ કરાઇ હોવાથી એકસાથે અરજદારોના કામ થતા ન હતા, જેના લીધે કમીશ્નર કક્ષાએથી 31મી ડિસેમ્બર સુધી કાગળો ચાલશે તેવો આદેશ થયો હતો, જેમાં મુદ્દત ત્રણ માસ વધારી 31મી માર્ચ સુધીની કરાઇ છે.

વાહન પાસિંગ (ફિટનેશ), પરમીટ, લાઇસન્સ રીન્યુ, લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી આરટીઓ કચેરીઓ બંધ હોવાને કારણે અટવાઇ હતી. સરકાર દ્વારા કોરોનાની પરીસ્થિતિને લઇને 31મી ડિસેમ્બર સુધીની મુદ્દત અપાઇ હતી. કમીશ્નર કક્ષાએથી બે દિવસ પૂર્વે આદેશ થયો હતો કે લાઇસન્સ અને વાહનોને લગતી કામગીરીમાં અપાયેલી મુદ્દતમાં વધારો કરવામાં આવે છે અને 31મી માર્ચ સુધી લંબાવાઇ છે. કચ્છમાં મોટાભાગના લોકો વાહનની પાસિંગ તેમજ લાઇસન્સ રીન્યુની કામગીરી કરાવી લેતા હોય છે, છતાંય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે વાહન માલિકો દંડનો ભોગ બનતા અટકી જશે. લાઇસન્સની કામગીરી ફેશલેસ કરાઇ છે તો અન્ય કામગીરીમાં પણ એપોઇન્ટમેન્ટ હોવાથી લોકોને ચોક્કસ સમયે આવીને કામગીરી કરાવવાની હોય છે જેથી સમયનો બચાવ પણ થતો હોય છે.

એકસાથે કામનું ભારણ વધવાની ભીતિ સેવાઇ હતી
31મી ડિસેમ્બરે મુદ્દત પુર્ણ થવાની હોવાથી કચેરીમાં કામનું ભારણ વધશે તેવી ભીતિ સેવાઇ હતી. વાહન પાસિંગ, પરમીટ, લાઇસન્સ રીન્યુ, ટેસ્ટ ટ્રેક પર અરજદારોનો ભરાવો થશે તેવી શક્યતા સેવાઇ હતી. જો કે, સરકાર દ્વારા મુદ્દત વધારી દેવાતા હવે કચેરીમાં કામગીરીનું ભારણ વધશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો