કોરોના અપડેટ:સોમવારે કોરોનામાં રાહત, 1 દર્દી સંક્રમિત : બે ડિસ્ચાર્જ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સોમવારે કચ્છ જિલ્લામાં કોરોનાના નવા કેસોમાં રાહત જોવા મળી હતી.ગાંધીધામ શહેરમાં કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો હતો તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે,ભારતનગરમાં રાજસ્થાન ફરીને પરત આવેલા આધેડને શરદી ખાંસી થતા રિપોર્ટ કરાવાયો હતો જે પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે તેમજ ભુજ અને નખત્રાણાના 1 - 1 દર્દીને રજા આપવામાં આવી હતી આ સાથે કુલ સક્રિય કેસનો આંક 14 થયો છે જેમાં 5 એક્ટિવ કેસ તો ગાંધીધામમાં છે.આ સાથે સોમવારે 17,410 લોકોને રસી આપવામાં આવી હતી.

કોરોનાના નિયંત્રણો થર્ટીફર્સ્ટ સુધી લંબાવાયા
​​​​​​​કોરોના વાયરસ અંગે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે ત્યારે સરકારના ગૃહ વિભાગના હુકમથી જિલ્લામાં નિયંત્રણો અમલમા મુકવામા આવ્યા છે ત્યારે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતીની પુનઃસમીક્ષા કરી ગૃહ વિભાગના તારીખ 30-11-2021 થી સમગ્ર રાજયમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તારીખ 31-12-2021 સુધી લંબાવવામાં આવેલ છે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...