તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Relief In Kutch Now, But After Two Days The Cold Will Intensify, 12.4 Degrees In Naliya, 15 Degrees In Bhuj Kandla (A) And 16.5 Degrees In Kandla.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનું જોર વધશે:કચ્છમાં હાલે રાહત, પણ બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, નલિયામાં 12.4, ભુજ-કંડલા (એ) 15 અને કંડલામા 16.5 ડિગ્રી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રીષ્મ જેવા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની આગાહી

કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ન્યૂનતમ અને મહત્તમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ગ્રીષ્મના આગમનનું એંધાણ મળી રહ્યા છે તેવામાં બે દિવસ બાદ શનિ અને રવિવારે ફરી ઠંડી જોર પકડશે તેવી વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કાતિલ ઠારમાંથી મુક્ત થયેલા નલિયામાં નીચું તાપમાન 12.4, ભુજ અને કંડલા (એ) ખાતે 15 અને કંડલામા 16.5 ડિગ્રી રહેતાં ઉનાળો દરવાજે દસ્તક દેતો જણાયો હતો. બીજી બાજુ મહત્તમ સરેરાશ 31 ડિગ્રી જેટલું નોંધાયું હતું જેને લઇને દિવસે શિયાળો વિદાય લેતો જણાયો હતો. બીજી બાજુ અમદાવાદના હવામાન મથકે કચ્છના કેટલાક વિસ્તારમાં શનિ અને રવિવારે ઠંડીનું મોજું પાછું ફરે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.

લખપત તાલુકો ઘેરાયો ગાઢ ધૂમ્મસમાં
બુધવારે સવારે દયાપર સહિત લખપત તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ છવાઇ ગઇ હતી. મોડે સુધી ઝાકળ વર્ષા થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકયા હતા અને વાહનોની હેડ લાઇટ ઓન કરવાની સાથે ગતિ નિયંત્રિત કરવાની ફરજ પડી હતી. ઝાકળ પડતાં માર્ગો પણ ભીના બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો