જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત નીચે જઇ રહ્યો છે ત્યારે રવિવારે પણ કોવિડના કેસોમાં રાહત મળી હોય તેમ માત્ર 21 દર્દીઓ જ સંક્રમિત બન્યા હતા જેની સામે 80 જણા સ્વસ્થ થતા એક્ટિવ કેસ ઘટીને 241 થયા છે. જિલ્લા પંચાયતના જણાવ્યા પ્રમાણે શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્યમાં 13 જણા સંક્રમિત થયા છે.ગાંધીધામ શહેરમાં 5,ભુજ શહેરમાં 2 અને ભચાઉ સીટીમાં 1 વ્યક્તિને ચેપ લાગ્યો હતો જેની તુલનાએ તાલુકાની જો વાત કરવામાં આવે તો ભુજમાં 6,અબડાસામાં 3 અને અંજાર,ગાંધીધામ,માંડવી અને મુન્દ્રામાં 1 - 1 કેસ આવ્યો હતો.
આ સાથે 80 જણાને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 241 થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે,કોવિડની ત્રીજી લહેર સાવ નબળી પડી ગઈ છે અગાઉની તુલનાએ માત્ર નજીવા કેસો આવી રહ્યા છે તેમાં પણ ગંભીર લક્ષણો જોવા મળતા નથી તો હોસ્પિટલમાં બેડ પણ ખાલી પડ્યા છે. કોવિડની લહેર ઓસરી જતા નિયમોને પણ લોકો હળવાશથી લઈ રહ્યા છે આ તરફ માસ્ક પણ હવે મોટાભાગના લોકો પહેરતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.