સજીવખેતીના પ્રચાર:કુદરતી ખેતીના વિવિધ પાસાઓ પર શિક્ષણ આપતા વેબ પોર્ટલનું વિમોચન

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેબ પોર્ટલ પર પીડીએફ તેમજ વિડિયો ફોર્મેટમાં ખેડૂતો માટે સામગ્રી ઉપલબ્ધ

ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કુકમા ખાતે આવેલા રામકૃષ્ણ ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી. જ્યાં ખેડૂતોને કુદરતી ખેતી અંગે નિશુલ્ક માહિતી અાપતા વેબ પોર્ટલનું વિમોચન કરવામાં અાવ્યું હતું. આ મુલાકાતના પ્રસંગે મનોજભાઈ સોલંકી દ્વારા કુદરતી ખેતીને રાજ્યપાલને દર્શાવવામાં અાવી હતી.

ખેડૂતોની હાજરીમાં રાજ્યપાલનું શાબ્દિક સ્વાગત કરવામાં કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં છેલ્લા 15 વર્ષ થી સજીવ ખેતી, દેશી બીજ સંરક્ષણને લઇને કામ કરતી સાત્વિક સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા sasyaved.in વેબ પોર્ટલનું રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું. મનોજભાઈ સોલંકી દ્વારા sasyaved.in પોર્ટલનો પરિચય આપતા જણાવ્યું કે, આ પોર્ટલ કુદરતી ખેતીના વિવિધ પાસાઓ પર શિક્ષણ સામગ્રીનો ગુજરાતી ભાષામાં પીડીએફ ફોર્મેટ તેમજ વિડિયો ફોર્મેટમાં વિકસિત કરવામાં અાવ્યુ છે જે દરેક ખેડૂતને માટે ઉપલબ્ધ છે.

ગુજરાત રાજ્યના ખેડૂતોને જમીન, પાણી, ખાતર, બિયારણ, રોગજીવત, જમીન પાણી ચકાસણીની માહિતી સરળતાથી મળી શકે તે માટે અત્યાર સુધી પોર્ટલ પર 15 મોડ્યુલ વિકસિત અને અપલોડ કરવામાં આવ્યા છે. સાત્વિક સંસ્થાના મગનભાઈ આહિર અને પ્રવિણ મુછડીયા દ્વારા પોર્ટલનો ક્યુઅાર કોડ પ્રતિક સ્વરૂપે રાજ્યપાલને સજીવખેતીના પ્રચાર અર્થે આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...