તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિમોચન:‘કચ્છના ત્રિભાષી મહિલા સર્જકો’ પુસ્તકનું વિમોચન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં સર્વપ્રથમ 3 ભાષાની ચિંતન શિબિર યોજાઇ

કચ્છમાં વર્ષોથી કચ્છી, ગુજરાતી અને સિંધી ભાષા પ્રચલિત છે અને અા ત્રણેય ભાષાની ચિંતન શિબિર અલગ અલગ રીતે યોજવામાં અાવતી હતી, પરંતુ ઇન્સ્ટિટ્યૂટ અોફ યૂથ ડેવલોપમેન્ટ દ્વારા કચ્છમાં સર્વપ્રથમ વખત ત્રણેય ભાષાની ચિંતન શિબિરનું અાયોજન કરવામાં અાવ્યું હતું, જેમાં ‘કચ્છના ત્રિભાષી મહિલા સર્જકો’ પુસ્તકનું વિમોચન કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મહિલા વિવેચક ડો. દર્શનાબેન ધોળકિયાઅે કર્યું હતું. શિબિરમાં ત્રણે ભાષાના મહિલા સર્જકોની ચર્ચા કરાઇ હતી.

મહિલાઅો દ્વારા સર્જન કરાયેલા પુસ્તકમાં ડોક્ટરેટ કે સ્વતંત્ર સંબોધન કરશે તો પુરતી માહિતી મળશે અને ખૂબ જ મહેજત બચી જશે. ઉપરાંત પુસ્તકમાં કોરોના મહામારી બાદ માનસિક તંગીને મળવી કરવાની અને જીજ્ઞાશુઅોને પ્રથમ વખત બાૈધિક મંથન કરવાની તક પણ સેમિનાર પૂરી પાડે છે. ડો. ચૈતાલી ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છના કચ્છી મહિલા સર્જકો પર તદન નાની અને સાહિત્યમાં પગલાં પાડતી ચાર્વી ભટ્ટે ખૂબ મહેનત કરી માહિતી અેકત્રી કરી હતી. તો અાદિપુરના સર્જક રીતુ ભાટિયાઅે વિદ્વતાપૂર્વક પોતાના વિષયને ન્યાય અાપ્યો હતો.

અા કાર્યક્રમ વિશે પ્રાસંગિક સમજ સંસ્થાના પ્રમુખ રસનિધિભાઇ અંતાણીઅે અાપ્યો હતો. મહેમાનોનું પુસ્તકથી સ્વાગત નિલેશભાઇ મહેતા, હીનાબેન ગણાત્રા, જીજ્ઞાબેન જોષી, પૂજન જાનીઅે કર્યું હતું. સંચાલન જાગૃતિબેન વકીલે અને અાભારવિધિ જાહન્વીબેન છાયાઅે કરી હતી. અા કાર્યક્રમમાં ડો. કાંતિભાઇ ગોર, સંજય ઠાકર, કમલ ભટ્ટ, નિખિલ ઠક્કર, ભુજની મહિલા સંસ્થાના અગ્રણીઅો, અાદિપુરના કમલ નિહલાણી, પ્રેમલતા નિહલાણી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...