તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજનો યુવાન સુરતની લાજપોર જેલમાં પાસામાં ધકેલાયા બાદ ત્યાં મોત નિપજતા પરીજનોએ જેલમાં અન્ય કેદીઓના મારથી મોત થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આજે ગુરુવારે સવારે તેની દફનવિધી પણ ભુજમાં કરવામાં આવશે. મારામારી અને હત્યાના પ્રયાસ જેવા શરીર સબંધી ગુનાઓમાં બે સગાભાઇ અસલમ ચાકી અને અખતર ચાકીને પાસામાં ધકેલાયો હતો. સુરતની લાજપોર જેલમાં મોકલાયેલા અસલમ ચાકીનું મોત નિપજયું છે, પિતા ઇસ્માઇલ ચાકીએ માધ્યમોને જણાવ્યું હતું કે, અસલમને સુરત લાજપોરમાં પાસામા ધકેલાયો ત્યાં જેલની બેરેકમાં માથાભારે શખ્સો સાથે રાખવામાં આવ્યો હતો.
જે તેની સાથે માથાકુટ કરતા હતા અને બેરેક બદલવા જેલ પ્રશાસનને રજૂઆત પણ કરાઇ હતી. ત્રણ દિવસ પૂર્વે પુત્રનો ફોન આવ્યો ત્યારે તેણે કહયું હતું કે મારા માટે દુઆ કરજો અને ત્યારે પેટમાં ખુબ દુખાવો થતો હતો અને પાસળી ભાંગી પડી હોવાની વાત કરી હતી. તરત જ પિતાએ જેલરને જાણ કરી દવાખાને લઇ જવાની વાત કરી હતી પણ તેને બીજા દિવસે હોસ્પિટલમાં લઇ જવાયો હતો જયાં તેનું મોત નિપજયું હતું. જેલ પ્રશાસનની બેદરકારી ગણાવી તેમના પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ પરીવારજનોએ કર્યો હતો. પરીજનો મૃતદેહ લેવામાટે સુરત પહોંચ્યા હતા જે બુધવારે મોડી રાત્રે ભુજ આવી જશે. આજે ગુરુવારે સવારે તેના ઘરે દફનવિધી કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.