તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘ભુજ-મુંબઇ હવાઇ સેવા નિયમિત કરી ભાડું ઓછું કરો’

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ મુંબઇ કરતા ભુજ-મુંબઇનું ભાડંુ ત્રણ ગણું
  • પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ વડા પ્રધાન સમક્ષ કરી રજૂઆત

ભુજ અને મુંબઇ વચ્ચે લંગડાઇ રહેલી હવાઇ સેવાને ઠીક કરવાની સાથે સફરમાં વસૂલાતું ભાડું ઓછું કરવા કોંગ્રેસના પ્રદેશ મંત્રીએ વડા પ્રધાન સમક્ષ માગ કરી છે.ભુજનું હવાઈ મથક સુવિધા સભર છે તેમ છતાં વર્ષોથી એક યા બીજી રીતે હવાઈ સેવા બંધ પડતી જોવા મળી છે એટલું જ નહી ભુજથી મુંબઇ વચ્ચે ભાડા પણ એટલા વસુલાય છે જે ક્યાંય પણ ન હોય. અમદાવાદથી મુંબઈનું ભાડું જે સામાન્ય હોય છે તેનાથી ત્રણ ગણું ભાડું ભુજથી મુંબઈ માટે લેવામાં આવે છે. પશ્ચિમ કચ્છમાં મોટા ભાગના ગામોમાં પટેલ ચોવીસીના પરિવારજનો વિદેશ વસવાટ કરે છે.

ભુજથી મુંબઇ વચ્ચેની વિમાની સેવા અવારનવાર ચાલુ બંધ થતી હોવાથી પ્રવાસીઓને ના છૂટકે મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સુંધી ટ્રેન અથવા બસ માર્ગે આવવું પડે છે જેને લઈને સમય પણ વેડફાય છે.ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ મંત્રી અરજણ ભુડિયાએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ઊડ્યન મંત્રી, ક્ચ્છના સાંસદ વિનોદ ચાવડાને પત્ર પાઠવીને ભુજ મુંબઇ વચ્ચે હવાઈ સેવા નિયમિત થાય, ભાડા વ્યાજબી રહે તેમજ ભુજથી દિલ્હી સુધી હવાઈ સેવા શરૂ થાય તે માટે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...