તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:કચ્છમાં બીએસ-4 એન્જિનના વાહનોનું રજીસ્ટ્રેશન ફરી શરૂ થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાસિંગ ન કરાવેલા વાહન માલિકો માટે ખુશીના સમાચાર
  • બીએસ-6 સિવાય કોઇ વાહન પાસ ન કરવા આદેશ થયો હતો

કેન્દ્ર સરકાર દ્વારા 2019ના વર્ષમાં તમામ ઓટોમોબાઇલ કંપનીને બીએસ-4 એન્જિનના વાહનોનું પ્રોડકશન બંધ કરી 2020 સુધી બીએસ-6ના વાહનો વેચાણ કરવાની સૂચના આપી હતી. 31 માર્ચ 2020થી બીએસ-4ના વાહનોનું પાસિંગ બંધ કરી દેવાયું હતું, જો કે કોર્ટમાં રીટ દાખલ કરાતા બીએસ-4ના વાહનોનું પાસિંગ ફરી કરી શકાશે. કચ્છમાં અનેક વાહનો પાસિંગ થયા વગર ડિલરો પાસે રહી ગયા હોવાનું જાણવા મળ્યું છે .

બીએસ-4ના વાહનોનું રજીસ્ટ્રેશન એપ્રિલ માસથી બંધ કરી દેવાયું હતું, લોકડાઉન શરૂ થતા એક વખત લંબાવાઇ હતી. બાદમાં સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી તથા આદેશ મુજબ એક વખત બીએસ ફોર એન્જિનના વાહનોનું રજીસ્ટ્રેશન કરી શકાશે. એપ્રિલ માસ પહેલા વેચાણ થયેલા આ વાહનો કે જે વાહનો ઓનલાઇન ચઢાવાયા છે. તેમનું જ રજીસ્ટ્રેશન કરાશે. બીએસ 4 વાહનોનું રજીસ્ટ્રેશન ફરી કરવાની જાહેરાત સોમવારે ટ્રાન્સપોર્ટ કમીશ્નર દ્વારા કરાઇ હતી. આરટીઓ ચિંતન પટેલને વાત કરતા તેમણે સમર્થન આપતા કહ્યું હતું કે, કચ્છના વાહન માલિકો પાસે રહી ગયેલા બીએસ 4ના વાહનોનું રજીસ્ટ્રેશન થઇ શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો