2 વર્ષ બાદ શરૂ થવા જઈ રહેલી શ્રી અમરનાથ યાત્રાની નોંધણી કચ્છમાં પણ શરૂ થઈ ગઈ છે,જોકે પ્રારંભિક તબક્કે ઉત્સાહ નબળો જણાઈ રહ્યો છે પણ આગામી દિવસોમાં સંખ્યામાં વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ અંગેની વિગતો મુજબ,કોરોનાના કારણે બે વર્ષ સુધી અમરનાથ યાત્રા બંધ રહ્યા બાદ ચાલુ વર્ષે આ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જેમાં 11 એપ્રિલથી ઓનલાઇન નોંધણી અને હોસ્પિટલમાંથી મેડિકલ સર્ટિ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
અમરનાથ યાત્રા આગામી 30 જુનથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.અમરનાથ જવા માટે તબીબી પ્રમાણપત્રની આવશ્યકતા હોવાથી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમા મેડિકલ સર્ટિ લેવા માટે યાત્રિકો આવી રહ્યા છે.અત્યારસુધીમા 10 જણાએ મેડિકલ સર્ટિ મેળવ્યા હોવાનું તબીબોએ જણાવ્યું હતું.તબીબી પ્રમાણપત્ર બાદ પંજાબ બેન્કમાંથી યાત્રા રજિસ્ટ્રેશન કરાવવું પડે છે ત્યારબાદ જ અમરનાથ જવા માટેની પરવાનગી મળી શકે છે.
આ લોકોને પરમિશન નહિ
6 સપ્તાહથી વધુ ગર્ભવતી મહિલાઓ, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પરવાનગી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.