પ્રક્રિયાને વેગવાન:રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે દરરોજ 40 દસ્તાવેજ નોંધણી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને પડતી મુશ્કેલી નિવારવા લેવાયો નિર્ણય

જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાને વેગવાન બનાવવા માટે અગાઉ જે-તે કચેરીમાં દરરોજના 25 દસ્તાવેજની નોંધણી થતી હતી, જે વધારીને હાલે 40 કરાઇ છે.લોકડાઉન દરમ્યાન જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ હતી પરંતુ તેમાં દસ્તાવેજ નોંધણી, સર્ચ સહિતની કામગીરી બંધ રાખવામાં આવી હતી, જે કામગીરી અનલોક-1 બાદ શરૂ થતાં કોરોનાના પગલે લોકોની ભીડ ન થાય તે માટે શરૂઆતના તબક્કે જે-તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દરરોજના માત્ર 25 દસ્તાવેજ નોંધણી કરવાનું નક્કી કરાયું હતું, જે મુજબ જિલ્લામાં મે મહિનામાં 1418 દસ્તાવેજ નોંધાયા હતા. આ સ્થિતિમાં લોકોને મુશ્કેલી પડતી હતી અને દરરોજના 25 દસ્તાવેજના બદલે તેની સંખ્યા વધારાય તેવી માગ ઉઠી હતી. 

આ સમસ્યાના નિવારણ માટે હવેથી જિલ્લાની દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દરરોજના 25ના બદલે 40 દસ્તાવેજ નોંધાય તેવી વ્યવસ્થા કરાઇ છે. જિલ્લા મથક ભુજમાં હવે દરરોજના સરેરાશ 35થી 40 દસ્તાવેજની નોંધણી થતી હોવાનું ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીના રજિસ્ટ્રાર જયંતી ગોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...