તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Regarding The Operation Of The Department Of Mines And Minerals In Kutch In The Year 2018, The President Of Chinaclay Assoc. Said 'The Government Is Creating An Atmosphere Of Fear'.

આક્ષેપ:કચ્છમાં ખાણ ખનીજ વિભાગની 2018ના વર્ષમાં થયેલી કામગીરીનો મામલો, ચાઈનાક્લે એસો.ના પ્રમુખે કહ્યું- 'સરકાર ભયનો માહોલ ઉભી કરી રહી છે'

ભુજ3 મહિનો પહેલા
  • 2018માં ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ખાણ યુનિટોને 100 કરોડનો દંડ ફટકારાયો હતો

કચ્છ જિલ્લામાં ચાઈનાક્લેના યુનિટ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ 2018માં કરવામા આવેલી કાર્યવાહીને લઈ ચાઈનાક્લે એસોસિએશનના પ્રમુખે સરકાર પર આક્ષેપ કર્યા છે. દંડાત્મક કાર્યવાહીના નામે સરકાર ઉદ્યોગકારોમાં ભયનો માહોલ ઉભી કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે.

દેશના પશ્ચિમી સરહદે આવેલા ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વિશાળ ક્ચ્છ જિલ્લાના ભૂગર્ભમાં અનેકવિધ ખનીજ ધરોબાયેલો છે.ગુજરાત સરકારની તિજોરીમાં પ્રતિ વર્ષ 500 કરોડથી વધુ રોયલ્ટી સ્વરૂપે આવક થાય છે. કચ્છના પેટાળમાં ચાઇનાકલે, બેન્ટોનાઈટ, બોક્સાઇટ, બ્લેક પથ્થર સહિતના ખનીજનું ખનન તેમજ પ્રોસેસિંગ માટે સરકાર દ્વારા પરવાનગીઓ આપવામાં આવે છે. તે ઉપરાંત કચ્છમાં ખનીજ માફિયાઓ પણ બેફામ બની ખનન કરતા હોય છે.

ક્ચ્છ ખાણ-ખનીજ વિભાગ તેમજ ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સતત મોનીટરીંગ સાથે ચેકીંગ દરમિયાન અનેક વખત કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઇ છે જેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, આવીજ કામગીરી વર્ષ 2018 માં ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડની ટીમો દ્વારા પણ કરવામાં આવી હતી.જેમાં 70 થી વધુ ટીમો દ્વારા ભુજ નજીક ચાલતા ચાઇનાકલે પ્રોસેસિંગ યુનિટો પર તવાઈ બોલાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન યુનિટમાં ખનીજ સ્ટોક વેરિફિકેશન, ખનીજ વિભાગના અન્ય નિયમોનું ઉલ્લંધન સહિતની વિસંગતતા સામે આવતા તમામ યુનિટોને કારણદર્શક નોટીસ પાઠવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેનો આંક 100 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.

આ મામલે હવે ક્ચ્છ ચાઇનાકેલ એસોસિયેશન મેદાને આવ્યું છે. વર્ષ 2018 માં ગુજરાત ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને એસોસિયેશનમાં રોષ જોવા મળી રહ્યો છે લાંબા સમયથી ચાલતી આ કાર્યવાહીમાં કોઈપણ પ્રગતિ થઈ નથી, સાથે ક્ચ્છ ચાઇનાકલે એસોસિયેશનના પ્રમુખ ઈશ્વર પટેલે સમગ્ર બાબતે ગુજરાત સરકાર દ્વારા ખોટી રીતે કનડગત કરી ભયનો માહોલ ઉભો કરાઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાતા જિલ્લામાં ચકચાર મચી છે.

ઈશ્વર પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2018 માં ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા એક સાથે 70 થી વધુ ટીમો દ્વારા ચાઇનાકલે યુનિટો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ ચેકીંગ દરમિયાન તેમની પાસે કોઈ સંસાધનો ન હોવાથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક ન હોઈ શકે કેમકે ચાઇનાકલે ખનીજ એક યુનિટમાં વિવિધ પ્રકારનું હોય છે જેથી તેનું અવલોકન કરવું સહેલું નથી સાથે તેમણે ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર યોગ્ય કાર્યાવહી ન કરી હોવાનું આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...