મહેકમ:પાલિકામાં કાયમી કર્મીઓનો વધારાના ચાર્જ માટે ઇન્કાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ નગરપાલિકામાં ઉભી થતી પરીસ્થિતિ
  • ​​​​​​​મોટાભાગના રોજંદાર, ફિક્સ વેતનવાળાનો મહેકમ

ભુજ નગરપાલિકામાં હેડ ક્લાર્કની જગ્યા ખાલી પડી છે અને અેકાઉન્ટ અોફિસર લાંબી રજામાં જાય ત્યારે અાંગણીના વેઢે બચેલા કાયમી કર્મચારીઅોમાંથી કોઈ વધારાનો ચાર્જ લેવા તૈયાર નથી. પરંતુ, પદાધિકારીઅો અને મુખ્ય અધિકારી સહિતના કોઈઅે અે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અને ઉચ્ચ સ્તરેથી ફોલોઅપ પણ લીધો નથી, જેથી ટૂંક સમયમાં ભુજ નગરપાલિકા રોજંદાર અને ફિક્સ વેતનવાળા કર્મચારીઅોની જ રહી જશે.

ભુજ નગરપાલિકામાં કાયમી પૂર્ણકાલિન હેડ ક્લાર્ક નિવૃત્ત થયા થઈ ગયા બાદ અેમની જગ્યાઅે વધારાનો ચાર્જ લેવા કોઈ કર્મચારી તૈયાર જ નથી. અેવી જ રીતે અેકાઉન્ટ અોફિસર રજામાં જાય ત્યારે સ્થિતિ સર્જાય છે. કચેરીમાં અનુભવના અાધારે હેડ ક્લાર્કનો વધારાનો ચાર્જ સંભાળી શકે અેવા હવે પાંચથી છ કર્મચારીઅો રહ્યા છે, જેમાંથી પણ અેક બે કર્મચારી તો ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે,

જેથી તેઅો પણ હેડ ક્લાર્ક કે અેકાઉન્ટ અોફિસના બ્રાન્ચ હેડનો કાર્યભાર સંભાળવા તૈયાર નથી થતા. બાકીના જે કેટલાક કાયમી કર્મચારી છે અેમાંથીય કેટલાક પૂરતી લાયકાત ધરાવતા નથી. સામાન્ય જન સેવા ક્ષેત્રે નિભાવવામાં આવતી આ વ્યવસ્થામાં પણ કર્મચારીઓનો આ પ્રકારનો અભિગમ પ્રશ્ન ઉભા કરે છે.

અન્ય સમાચારો પણ છે...