આયોજન:જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર માટે આજથી ભરતી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર-રાજ્ય સરકાર, પુરાતત્વ, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિક ક્ષેત્રમાં નોકરી અપાશે

જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની માટે આજથી ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે. કચ્છ જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર ભરતી આયોજન તા. 12/1ના રોજ રામકૃષ્ણ હાઈસ્કુલ, માંડવી, તા. 13/1ના રોજ આર.ડી.હાઇસ્કુલ, મુન્દ્રા, તા. 15/1ના રોજ વી.ડી.હાઇસ્કુલ, ભુજ, તા. 16/14ના રોજ ડી. વી. હાઇસ્કુલ, અંજાર, તા. 17/1ના રોજ ગણેશનગર સરકારી હાઇસ્કુલ, ગાંધીધામ, તા. 18/1 ના રોજ લે.પ.બો. સંચા. હાઇસ્કુલ, ભચાઉ તથા તા. 19/1 ના રોજ સરકારી ઉ.મા.શાળા, રાપરમાં આયોજન કરેલ છે.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન.પ્રજાપતિ દ્વારા જણાવ્યા પ્રમાણે શિબિરનો સમય સવારે 10 થી બપોરના 4 કલાક સુધી રાખેલો છે. ઉમેદવારની ઉમર 21 થી 36 વર્ષ , શૈક્ષણિક લાયકાત 10 પાસ , ઊંચાઇ 168 સે.મી , વજન 56 કિ.લો, છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદરોસ્ત હોવું જરૂરી છે. ઇચ્છા હોય તેવા ઉમેદવાર ડોકયુમેંટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ ફોટા, આધારકાર્ડ , બૉલપેન લઈને શિબિરમાં હાજર રહેવું. પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેનો ચાર્જ રૂ. 350 છે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર, બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા જવાનની સેલરી રૂ 12 હજાર થી 15 હજાર સુરક્ષા સુપરવાઈજર માટે રૂ 15 હજાર થી 18 હજાર અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો. પ્રમોશન, પી. એફ. , ઇ. એસ. આઇ., ગ્રેસ્યુઇટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા પાસ ઉમેદવારને મળશે. ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લી. સહયોગથી પસંગી પામેલ ઉમેદવારને રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસામાં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લી. માં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી મળશે.

અન્ય સમાચારો પણ છે...