જિલ્લા પંચાયતમાં અાંગણવાડીઅોનું સંચાલન કરતી અાઈ.સી.ડી.અેસ. કચેરી છે. જેના પ્રોગ્રામ અોફિસરે 12 વર્ષ પૂર્ણ થતા ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લીધો હતો. ત્યારબાદ વર્ગ 2માંથી 1માં બઢતી મળી હતી, જેથી ઈજાફો મેળવી ન શકે. પરંતુ, ફરી પગાર વધારો મેળવ્યો હતો, જેથી અોડિટમાં 1.14 લાખ રૂપિયા જેટલી રિકવરીની ક્વેરી નીકળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેરમાં વર્ગ 2માં સંકલિત બાળ વિકાસ અધિકારી તરીકે ઈરાબેન અેચ. ચાૈહાણ ફરજ બજાવતા હતા. જેમને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના હુકમથી 2018ની 19મી અેપ્રિલમાં વર્ગ-1ના પ્રોગ્રામ અોફિસર તરીકે બઢતી સાથે મોરબીમાં મૂકાયા હતા. ત્યારબાદ ત્યાંથી તેમની બદલી ભુજમાં કરાઈ હતી. જોકે, તેમણે અે અગાઉ 2005ની 3જી મેના વર્ગ-2 સી.ડી.પી.અો. તરીકે 12 પૂર્ણ કર્યા હતા, જેથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાયો હતો.
અામ, તેઅોની વર્ગ-2માંથી વર્ગ-1માં બઢતી થઈ અે પહેલા જ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવી લીધો હતો, જેથી તેમની વર્ગ-1માં બઢતીના ઈજાફાનો લાભ મળી ન શકે. પરંતુ, તેમણે જાતે જ ઈજાફો મેળવી લીધો હતો. જે અોડિટ દરમિયાન નિયમ વિરુદ્ધની નોંધ સાથે ક્વેરી નીકળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મહેકમમાં જાણ કરવી જોઈઅે. જે થઈ નથી. અેટલું જ નહીં પણ જિલ્લા વિકાસ અધિકારી મારફતે દરખાસ્ત થવી જોઈઅે. જે પણ થઈ નથી. અામ છતાં અાટલી મોટી ગંભીર ભૂલ કેમ થઈ અે અેક પ્રશ્ન છે. જો વેળાસર કાર્યવાહી નહીં થાય તો ન જાણે કેટલાયના પગ નીચે રેલો અાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.