શિક્ષણ:યુનિ.-કોલેજમાં 25 ટકા કોર્ષ ઓનલાઇન પુરો કરવા ભલામણ

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુજીસીએ કમિટી બનાવવાની સૂચના આપી ફેરફાર કરવા કહ્યું
  • લોકડાઉનને કારણે નવા સત્રના આરંભમાં પણ વિલંબ થયો

લોકડાઉનના પગલે શિક્ષણ પર ગંભીર અસર પહોંચી છે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. નવા શૈક્ષણિક સત્રની પણ સૌને ચિંતા છે ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા સમિતિ નિમવામાં આવી છે.  તજજ્ઞોની ટીમ દ્વારા યુનિ. અને કોલેજોમાં 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન પુરો કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. સપ્તાહમાં છ દિવસ કામગીરી અને દરેક કોલેજ વચ્યુઅલ કલાસરૂમ તૈયાર રહે તેવી પણ તાકીદ કરી હતી. કચ્છ યુનિવર્સિટીને યુજીસી સૂચના આપશે જેથી કચ્છ યુનિવર્સિટી અને કોલેજોમાં પણ શિક્ષણ ક્ષેત્રે નવાજુની થાય તેવા એંધાણ છે.

 યુજીસીએ નિમેલા તજજ્ઞોની સમિતિએ જુલાઇમાં પરીક્ષા બાદ ઓગસ્ટથી નવા સત્રની આરંભની તાકીદ કરી છે, સમિતિ દ્વારા નવા સત્રની ભલામણ કરવામાં આવી છે, નવા સત્રના વર્ષ દરમિયાન 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન પુર્ણ કરવામાં આવે તેવી તાકીદ યુનિ. અને કોલેજોને કરાઇ છે. 75 ટકા અભ્યાસક્રમ સંકુલમાં પુર્ણ કરવાનો રહેશે.  કચ્છ યુનિવર્સિટી દ્વારા પણ એક સમિતિ બનાવવામાં આવશે જેના દ્વારા નિર્ણય લેવામાં આવશે. તો કોેલેજોમાં પણ યુનિ.ની કમિટી દ્વારા સૂચના આપવામાં આવશે એવુ આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...