ભુજમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 720 મહિલાઅોને સન્માનિત કરી અારોગ્ય કિટ, ફૂડ પેકેટ અપાયા હતા. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનારી મહિલાઓનું બહુમાન કરાયું હતું. ગુજરાત વિધાન સભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, જો મહિલા માટે બધા જ લોકો કામ કરે તો મહિલા પુરુષ સમોવડી નહીં પણ એનાથી આગળ નીકળે તેવી તમામ શક્તિ મહિલાઓમાં છે.
પ્રારંભે પ્રાર્થના અને તુલસી માતાના છોડને જળ અર્પણ કરી, અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે સંસ્થાની પ્રવૃત્તિઅોની અાછેરી ઝલક અાપી હતી. ડો. રમજાન હસણિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડો. ચૈતાલીબેન ઠક્કરે જણાવ્યું હતું કે, સાડી પહેરી માથે ઓઢનારી નારી પણ બધું જ જાણે છે. સમાજની મર્યાદા, સમાજ સારો કે ખરાબ એ આપણે જ નક્કી કરવાનું છે. દરેકે કોઈપણ જાતના પૂર્વગ્રહોથી મુક્ત થઈને રહેવું જરૂરી છે.
ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-ભુજના ડો. એ.એન. ઘોષ, ડો. ભાદરકા, ડો. નરેન્દ્ર હીરાણી, ડો. કૃપાલીબેન કોઠારી, ડો.ગીતાબેન ગોર, પારસ મહેતા, દેવલબેન ગઢવી, જાગૃતિબેન જોશી, સ્વસહાય જૂથની બહેનો, આઇ.સી.ડી.એસ.ની બહેનો અને નર્સિંગની છાત્રાઅો હાજર રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.