હવામાન:નલિયામાં શિયાળાનો અસલી મિજાજ: 8.8 ડિગ્રી સાથે ઠાર

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા (એ) 13.4, ભુજ 13.8 ડિગ્રી
  • રાજ્યમાં સૌથી વધુ ઠંડીથી થરથર્યું

ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષાની અસર હેઠળ કચ્છમાં શિયાળો પક્કડ જમાવતો જાય છે, એ વચ્ચે નલિયા આ મોસમના સૌથી નીચા 8.8 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડું મથક બની રહ્યું હતું. રાજ્યમાં નલિયા પછી ડીસા 12.4 ડિગ્રી સાથે બીજા ક્રમે તેમજ કંડલા એરપોર્ટ 13.4 અને ભુજ 13.8 ડિગ્રી સાથે ત્રીજા અને ચોથા ક્રમના ઠંડા મથકો બન્યા હતા. જોકે કંડલા પોર્ટમાં લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું.

જિલ્લામાં શનિવારની રાત્રે ચમકારો રહ્યા પછી રવિવારે હુંફાળું વાતાવરણ રહ્યું હતું. સાંજ પછી પણ ભુજ સહિતના વિસ્તારોમાં રજાના દિવસે ખાસ ઠંડક વર્તાઈ ન હતી. દિવસના ભાગે વધુમાં વધુ ઉષ્ણતામાન ભુજમાં 31.6, નલિયામાં 30.6, કંડલા એરપોર્ટ 30.6 અને પોર્ટ 25.9 ડિગ્રી નોંધાયું હતું. બે દિવસ પછી પવનની સરેરાશ ગતિમાં ઘટાડો નોંધાતા ઠંડીની અસર ઓછી વર્તાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...