ઉજવણી:સ્વામી વિવેકાનંદના જીવન આધારિત પુસ્તકોનું વાંચન સકારાત્મક બદલાવ લાવશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં વિવિધ સ્થળે શાળા, ટ્રસ્ટ, સંસ્થાઓએ યુવા દિવસની ઉજવણી કરી

કચ્છ જિલ્લામાં સ્વામી વિવેકાનંદજીની 159મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઇ હતી. વિવિધ શાળા, ટ્રસ્ટ, સંસ્થાઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ સહિત વકતૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા.

નગરપાલિકા, ભુજ: પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે પ્રતિમાને હારારોપણ કરતા સ્વામીજીના જીવન આધારિત પુસ્તકોનું વાંચન કરી તેને આત્મસાત કરી, તેમણે બતાવેલા રસ્તા પર ચાલવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તેમ જણાવ્યું હતું. ગોદાવરીબેન ઠક્કર, બાલકૃષ્ણ મોતા, ભૌતિક વછરાજાની, જયદીપસિંહ જાડેજા, રેશ્માબેન ઝવેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ ભાજપ, ભુજ : જિલ્લાના તમામ 17 મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાના સંબોધનને સાંભળવાનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લાના હોદ્દેદારો રાહુલભાઈ ગોર, પ્રફુલસિંહ જાડેજા તથા તાપસભાઈ શાહે પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા અને સ્વામીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.

ડાયટ, ભુજ : મહારાણી ગંગાબા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મધ્યે સ્વામીજીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. લાલન કોલેજના પ્રોફેસર મેહુલભાઈ શાહના અતિથિ પદે સંજયભાઈ ઠાકર, મધુકાન્તભાઈ આચાર્ય, દક્ષાબેન મહેતા, રંજનબેન પરમારે પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. વિવેકાનંદના જીવનને લગતી બાબતો પર વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ગાગલ જગદીશ, દ્વિતીય જસાણી હર્ષ અને તૃતીય જગડ ખ્યાતિને સન્માનિત કરાયા હતા. બીજા સત્રમાં આજનો યુવાન આશાવાદી કે નિરાશાવાદી એ બાબતે ડિબેટ યોજાઈ હતી.

સત્યમ અને તાનારીરી મહિલા મંડળ : બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ અને તમામને ઇનામો અપાયા હતા. રંક બાળકોને અલ્પાહાર, માસ્ક અને સેનેરાઈઝર વિતરીત કરાયા હતા. દર્શક અંતાણી, જટુભાઈ ડુડીયા, ધર્મેન્દ્ર ડુડીયા, હેતલબેન સિંઘ, દક્ષાબેન બારોટ વગેરે જોડાયા હતા.

વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટી : કલા સાહિત્ય મંડળના ઉપક્રમે આચાર્ય ડૉ એન.જે. માલાની પ્રેરણા અને અરૂણ દવે તથા મણીબેન આહિર દ્વારા તા.5 થી તા.12/1 સુધી વક્તૃત્વ, નિબંધ, ચિત્ર, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, કોથળા દોડ વગેરેનું આયોજન દિનેશભાઇ મોરીચુવાણ દ્વારા કરાયું હતું. સ્વામીજીના સૂત્રોનું આલેખન, પ્રાર્થના સભામાં સંદેશ વગેરેનું આયોજન થયું હતું યુવા સપ્તાહની પૂર્ણાહુતિએ શાળામાં સપ્તાહ અને આખા વર્ષ દરમિયાનની સમગ્ર પ્રવૃતિઓ જેવી કે યોગા દિન, સ્વાતંત્ર્ય દિન, શિક્ષક દિન, હિન્દી દિવસ, મા શારદા દેવી જયંતિ તથા તાલુકા અને જિલ્લા સ્તરે વિવિધ પ્રવૃતિઓમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા હતા.​​​​​​​ રામકૃષ્ણ સેવા સમિતિના પ્રમુખ રાણાભાઇ ડાંગર, નારણભાઇ ડાંગર, શાળાના ટ્રસ્ટી અને યુવા સરપંચ વાઘજીભાઇ માતા તથા અન્ય ટ્રસ્ટીઓએ શુભેચ્છાઓ આપી હતી

કેરા
કેરા

.

કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ : સમગ્ર સ્ટાફે સ્વામીજીની પ્રતિમાને હારારોપણ કર્યું હતું. વિનોદભાઈ પાંચાણીની અધ્યક્ષતામાં સ્વામીજીના જીવનનું વર્ણન, ઘડતર અને સંઘર્ષ યાત્રાનું વર્ણન રાજેશભાઈ વણકરે અને તેમના જીવનના અનેક કિસ્સાઓનું વર્ણન ભક્તિબેન હિરાણીએ તથા સહદેવસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, દહીંસરા : શાળા પરિવારે વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી નિમિતે પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...