તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ ઠેબે ચડાવવા પ્રયાસ:ગીતા રબારી રસી પ્રકરણમાં વધુ પ્રશ્નો સાથે કર્મચારીને ફરી નોટિસ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા લોક પ્રતિનિધિઅો સંકળાયેલાં હોઈ તપાસ ઠેબે ચડાવવા પ્રયાસ

કચ્છ જિલ્લાના અારોગ્ય વિભાગે શનિવારે ગુજરાતી લોક ગીત ગાયિકા ગીતા રબારી અને તેમના પતિને તેમના ઘરે જઈને કોરોના સામે રક્ષણ અાપતી રસી અાપી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. જનક માઢકને કાર્યવાહી કરવા અાદેશ કર્યો હતો, જેમાં માધાપર પ્રાથમિક અારોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ સુપરવાઈઝને ખુલાસો પૂછતી નોટિસ અપાઈ હતી. પરંતુ, સંતોષકારક જવાબ મળ્યા નથી, જેથી વધુ પ્રશ્નો સાથે સોમવાર બપોરે 12 વાગ્યા સુધી જવાબો અાપવા જણાવાયું છે. અામ, રાજકીય દબાણને વશ થઈને તપાસ ઠેબે ચડાવવા પ્રયાસ થયાનું સ્પષ્ટ થયું છે.

કચ્છમાં અેક બાજુ 18થી 44 વર્ષની વ્યક્તિને મર્યાદિત સંખ્યામાં રસી અપાઈ રહી છે અને અે માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. યુવાનો અને યુવતીઅો રજિસ્ટ્રેશન માટે લોગ ઈન થાય અે પહેલા તો અેમને લોગ અાઉટ કરી દેવાય છે. વળી નજીક કે પસંદગીનું કેન્દ્ર તો મળતું જ નથી. નસીબ થયેલા કેન્દ્રમાં રસી લેવા માટે 45થી 2 કલાકની મુસાફરી કરવી પડે છે. બીજી બાજુ જિલ્લા અારોગ્ય વિભાગે શનિવારે ગુજરાતી લોક ગીત ગાયિકા ગીતા રબારી અને અને તેમના પતિને ઘરે જઈને રસી અાપી હતી. ગીતા રબારીઅે ટ્વિટરમાં પોસ્ટ પણ મૂકી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા દ્વારા ટ્વિટર મારફતે યુવાનો પાસે કરાતી ગાઈડ લાઈનની વાતો પોકળ સાબિત થઈ હતી.

તેમણે અાૈપચારિકતા ખાતર મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. જનક માઢકને કાર્યવાહી કરવા અાદેશ કર્યો હતો. સી.ડી.અેચ.અો. ડો. માઢકે પણ માધાપર પ્રાથમિક અારોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને રવિવારે બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માંગતી નોટિસ પણ ફટકારી હતી. પરંતુ, રવિવારે બપોરે 12 વાગે મળેલા જવાબથી સંતોષ થયો ન હોઈ સી.ડી.અેચ.અો.અે વધુ પ્રશ્નો સાથે સોમવારે બપોરે 12 વાગે જવાબ અાપવા મુદ્દત વધારી અાપી છે. અામ, સ્પષ્ટ થાય છે કે, રાજકીય દબાણને વશ થઈને સમગ્ર કાર્યવાહી ઠેબે ચડાવી દેવાઈ છે.

મહિલા લોક પ્રતિનિધિઅો સંકળાયેલી છે
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સમગ્ર પ્રકરણમાં મહિલા લોક પ્રતિનિધિઅો સંકળાયેલી છે. અામ, અેક વાત તો સ્પષ્ટ થઈ જ ગઈ છે કે, અોન લાઈન રજિસ્ટ્રેશન માત્ર અામ (સામાન્ય) લોકો માટે છે. ખાસ લોકોને અલગથી સુવિધા કરી અાપવામાં અાવે છે. અેટલે જ રજિસ્ટ્રેશનમાં સામાન્ય લોકોને તકલીફ પડી રહી છે. ગાઈડ લાઈનની વાતો કરતા લોકોના મોં હવે ગંધાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...