તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાનમાં વધારો:ભુજ, ગાંધીધામ, અંજાર વિસ્તારમાં રવિ તપ્યો: હજુ 2 દી’ ગરમી પડશે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ દિવસની રજામાં લોકો ફરવા નીકળી પડ્યા
 • અબડા અડભંગની ભૂમિમાં રાત્રે 18.9 ડીગ્રી સાથે વર્તાઇ ટાઢક

હોળી-ધૂળેટીના તહેવારો ટાણે જ પ્રખર ગરમી પડી રહી છે. રવિવારે ભુજમાં મહત્તમ તાપમાન 41.7 અને કંડલા અેરપોર્ટમાં 41.3 ડીગ્રી રહેતા જિલ્લાના ત્રણ મુખ્ય શહેરી વિસ્તારમાં સખત તાપ વર્તાયો હતો. ભુજ, ગાંધીધામ, અંજાર, અાદિપુર વિસ્તારમાં ખાસ કરીને બપોરના સમયે ગરમીનો પારો ઉંચો રહેતા રવિવારની રજાના દિવસે લોકોઅે અે.સી.-પંખાની ઠંડકમાં ઘરમાં જ રહેવાનુ| મુનાસીબ માન્યું હતું. સાંજે ગરમી અોસરી જતાં બાગ-બગીચા અને અન્ય ફરવાના સ્થળે ઉમટી પડ્યા હતા. જોકે શનિ, રવિ, સોમની ત્રણ દિવસની સળંગ રજા અાવતી હોવાથી હોળી-ધૂળેટીના પર્વોમાં સંખ્યાબંધ લોકો અાબુ સહિતના સ્થળોઅે ફરવા નીકળી ગયા હતા.

દરમિયાન કંડલા પોર્ટમાં વધુમાં વધુ ઉષ્ણતામાન 39.5 અને નલિયામાં 37.1 ડીગ્રી નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 18.9 ડીગ્રી રહેતા રાત્રે ટાઢક વર્તાઇ હતી. હવામાન ખાતાના વર્તારા પ્રમાણે કચ્છમાં હજુ સોમ અને મંગળવારે ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. 48 કલાક પછી 2થી 3 ડીગ્રીના ઘટાડા સાથે હીટવેવમાં રાહત મળશે. હવામાન વિભાગના વર્તારા મુજબ હજુ બે દિવસ ગરમી યથાવત રહેશે.

ગુજરાતના 11 શહેરોમાં પારો 41 ડીગ્રી ઉપર
રાજ્યમાં હીટવેવના કારણે રવિવારે શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડીગ્રીથી ઉપર નોંધાયું હતું. ડીસા અને સુરેન્દ્રનગર 42.7 સાથે ગરમ રહ્યા હતા. જ્યારે ભુજ અને કંડલા (અે) ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, મહુવા અને કેશોદમાં 41થી 42 ડીગ્રી ગરમી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો