ક્રાઇમ:રતલામની પોલીસ સરહદી કચ્છમાંથી બે યુવકને ઉઠાવી ગઇ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા-રતલામ અેક્સપ્રેસ ટ્રેનમાં બંનેઅે મોબાઇલ ચોરી કર્યા હતા
  • નખત્રાણાના ​​​​​​​વાલ્કા અને લખપતના લાખાપરના ઇસમનું લોકેશન મળ્યું

વડોદરાથી રતલામ અેક્સપ્રેસ ટ્રેનમાં મોબાઇલ ચોરીનો બનાવ બન્યો હતો જેની ફોજદારી નોંધાયા બાદ રતલામ પોલીસને તપાસ સોંપાઇ હતી, પોલીસે સીડીઅાર ફાઇલના અાધારે તપાસ કર્યા બાદ નખત્રાણા તાલુકાના વાલ્કા અને લખપતના લાખાપરમાંથી બે યુવાનોને ઉઠાવી ગઇ હતી.

કચ્છના સરહદીય લખપત તેમજ નખત્રાણા તાલુકામાં મધ્યપ્રદેશની રતલામ પોલીસ પહોંચી અાવી હતી. રીઅલમી કંપનીનો મોબાઇલ વડોદરાથી રતલામ જતી ટ્રેનમાં ચોરી થયો હતો જે અંગે ચોરીની ફરિયાદ નોંધાયા બાદ રતલામ પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરવામાં અાવી હતી. રતલામ પોલીસે મોબાઇલના ઇ.અેમ.અાઇ. નંબર અને સીડીઅાર ફાઇલની ચકાસણી કરતા મોબાઇલ ચોરનાર શખ્સ સરહદીય કચ્છના હોવાની વિગત સામે અાવી હતી.

રવિવારે રતલામ પોલીસ લખપત તાલુકાના લાખાપર ગામના અોસમાણ સીધીક સુમરા અને નખત્રાણાના વાલ્કા ગામના સલમાન નામના યુવકને ઉઠાવી ગઇ હતી. અા અંગે દયાપર પોલીસ મથકના અંકુશ ગેહલોતે જણાવ્યું હતું કે,મોબાઇલ ચોરીના ગુનામાં રતલામ પોલીસ લાખાપરના શખ્સને ઉઠાવી ગઇ છે. તો નખત્રાણા પોલીસ મથકના બી. અેમ. ચાૈધરીઅે વાતને સમર્થન અાપતા કહ્યું હતું કે, વડોદરાથી રતલામ જતી ટ્રેનમાં મોબાઇલ ચોરી થયા બાદ ઝીરો નંબરથી ફરિયાદ રતલામ પોલીસને ટ્રાન્સફર કરવામાં અાવી હતી બાદમાં સીડીઅાર ફાઇલના અાધારે બંને ઇસમનું નામ ખુલતા પોલીસ તેમને ઉઠાવી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...