વિવાદ:‘રસીકરણ કર્યું હશે તો જ રાશન મળશે’ અબડાસા પ્રાંતનો વીડિયો વાયરલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકે, પ્રાંત અધિકારીએ કહ્યું, અધુરો વિડિઓ વાયરલ થયો હોવાથી ગેરસમજ સર્જાઈ છે

કચ્છમાં હવે સરહદી અને દુર્ગમ વિસ્તારોમાં પણ વેકસીનેશન વધી રહ્યું છે તે વચ્ચે અબડાસાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પ્રાંત અધિકારી જણાવે છે કે,” રાશનની દુકાનોમાં આવતા ગ્રાહકોને પૂછવામાં આવશે કે રસી લીધી છે કે નહીં ? અને રસીકરણ કર્યું હશે તો જ રાશન આપવામાં આવશે.” નિયમ પ્રમાણે,કોરોનાની રસી ફરજીયાત નથી તેમ છતાં જો રસી નહિ લીધી હોય તો રાશન નહિ મળે એ નિવેદને તર્ક વિતર્ક સર્જ્યા હતા.+

જોકે,અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે આ સંદર્ભે જણાવ્યું કે,વાયરલ થયેલો વિડિઓ અધુરો હોવાથી લોકોમાં ગેરસમજ ફેલાઈ છે.હકીકતમાં અમે રાશનની દુકાનોએ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવાના છીએ.જેમાં દુકાને આવતા લોકોને રસી અંગે પૂછવામાં આવશે જો રસી નહિ મુકાવી હોય તો તેમને રસી લેવા અંગે સમજાવવામાં આવશે પણ કોઈને રાશનની વંચિત રાખવામાં નહિ આવે ઉપરાંત શુક્રવારે યોજાયેલી ઝુંબેશમાં તાલુકામાં પ્રથમવાર 5500 જેટલા લોકોએ રસીનો ડોઝ મુકાવી સિદ્ધિ મેળવી હોવાનું પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...