તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:રાપરના લખાગઢમાં છરીની અણીએ સગીરા પર દુષ્કર્મ, વીડિયો બનાવી યુવકે બ્લેકમેઈલીંગ કરતા ફરિયાદ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડિતાના પિતા દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવવામા આવી

મોટી વાગડ તરીકે જાણીતા રાપર તાલુકામાં મહિલા શોષણના નાના મોટા બનાવો સમયાંતરે બનતા રહે છે. તેમાં અનેક કિસ્સાઓ બદનામીના ભયથી બહાર પણ નથી આવતા ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના લખાગઢ ગામે બનવા પામી છે.

રાપર તાલુકાના લખાગઢ ગામના એક ઈસમે છરીની અણીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બદકામના ફોટો અને વીડિઓ પાડી લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાંની ધમકી પણ પીડીતાને આપવામાં આવતી હતી. આ વિગતેની ફરિયાદ આડેસર પોલીસ સ્ટેશનમાં પીડીતાના પિતાએ નોંધાવી છે

પોલીસ ફરિયાદ અનુસાર આરોપી નરેશ ભચુ પરમારે બળજબરી પુર્વક છરીની અણીએ ત્રણ વખત સગીરા સાથે બદકામ કરીને સગીરા સાથેના ફોટાઓ અને વીડિયો મોબાઈલ ફોનમાં ઉતારી લીધા હતા. તેમજ આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. બનાવના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની ગંભીરતા જોતા ખુદ સીપીઆઈ એમએમ જાડેજા રાપર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...