તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહિષ્ણુ શિક્ષક:રાપરના પ્રોફેસર ડો.રમજાન હસણિયાની ધર્મ પ્રત્યેની ક્રાંતિકારી વિચારધારા અભિભૂત કરનારી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક શિક્ષણની સાથે ધર્મનું જ્ઞાન પણ લોકોને આપી સહિષ્ણુતાનો પાઠ ભણાવે છે
  • ધર્મનું કામ સમન્વય કરવાનું છે નહિ કે વિભાજનનુંઃ ડો.રમજાન હસણિયા

કચ્છના વાગડ પંથકના તાલુકા મથક રાપર સમીપે આવેલા નીલપર ગામના ગ્રામ સ્વરાજ સંઘના આશ્રમ ખાતે રહેતા પ્રોફેસર રમજાન હસણિયા જન્મે ઈસ્લામ ધર્મ પામ્યાં છે, પરંતુ દરેક ધર્મની ખૂબીઓને તેમણે અપનાવી છે. શુદ્ધ શાકાહારી શિક્ષક શિક્ષણની સાથે ધર્મનું જ્ઞાન પણ લોકોને આપી સહિષ્ણુતાનો પાઠ ભણાવે છે.

કચ્છના મુન્દ્રા ખાતે કુંભાર પરિવારમાં જન્મેલા રમજાનભાઈ ત્રણ બહેનોના એક માત્ર ભાઈ છે, જેમણે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ગુજરાતી ભાષા માટેનો આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. વર્ષ 2013માં સંભવિત કુંભાર સમાજમાં જિલ્લામાંથી તેઓ પ્રથમ પીએચડીની પદવી ધરાવનારા બન્યા હતાં. તેમના વ્યાખ્યાનો ન માત્ર કચ્છમાં પણ ગુજરાતના મહાનગરો અને દેશની મેગા સિટીમાં યોજાય છે. ખાસ કરીને જૈન ધર્મનું જ્ઞાન અભિભૂત કરનારું છે.

દરેક ધર્મના સારનો સ્વીકાર કરવો જોઈએરાપરની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક રમજાનભાઈ હસણિયા સાથે વાત કરતા તેમના ક્રાંતિકારી વિચારો જીવન ઉપીયોગી છે. તેમણે વાત કરતા જણાવ્યું કે, મારું નમ્રપણે માનવું છે કે ધર્મનું કામ સમન્વય કરવાનું છે નહિ કે વિભાજનનું, દરેક ધર્મના સારનો સ્વીકાર કરવો જોઈએ. ભિન્ન ભિન્ન ધર્મના લોકો રેસ્ટોરન્ટ કે ચાની લારી પર ભેગા થઈ શકે છે, પરંતુ એકમેકના દેવસ્થાનોમાં નથી થઈ શકતા એ કેવું વિચિત્ર કહેવાય!

એવી જ રીતે હું અને મારા સાથી શિક્ષક મિત્રો કોઈ પણ સંપ્રદાયના કોઈ જ ચિહ્નો અંગીકાર નથી કરતા. મારી કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો પરિચયમાં અટક વગર માત્ર નામ બોલે છે કોઈને કોઈ પ્રકારનો સંકોચ ના રહે એવો અમારો આ નમ્ર પ્રયાસ છે.

જૈન ધર્મનો સારો એવો અભ્યાસ તેમણે કર્યો છેઈસ્લામ ધર્મના હોવા છતાં જૈન ધર્મનો સારો એવો અભ્યાસ તેમણે કર્યો છે. પર્યુષણ પર્વ પ્રસંગે યોજાતી વ્યાખ્યાનમાળાઓમાં તેમની ઊંડી જાણકારીના કારણે ધર્મના ગુઢાર્થોને પણ સરળ શૈલીમાં રજૂ કરવાની આવડત તેઓ ધરાવે છે. શ્રી કૃષ્ણ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે તેમના માનીતા છે. ગાઈકાલે જ વિનોબા વિશેના વિચારો તેમણે યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં વર્ચ્યુલી પ્રસ્તુત કર્યાં હતાં.

અનેક સ્થાનો પર તેઓએ વ્યાખ્યાન યોજ્યામુંબઈના જગ વિખ્યાત શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંચ પરથી તેમણે પ્રથમ વખત દેશના પ્રબુદ્ધ સાહિત્ય રસિક શ્રોતાગણ સમક્ષ 2013માં જૈન ધર્મના લોગગ્સ સૂત્ર પર તેમણે પ્રવચન આપ્યું હતું. જેમાં જૈન ધર્મના 24 તીર્થંકર ભગવંતોની વંદનાનું આલેખન છે. આ વિષય પર એક વર્ષના વિવિધ અભ્યાસ બાદ એક કલાક તેમણે પ્રવચન આપ્યું હતું. આ પ્રકારના અનેક વ્યાખ્યાન ગુજરાતના અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ અને સોલાપુર, પંચગીની, હૈદરાબાદ, ચેન્નઈ સહિત અનેક સ્થાનો પર તેમના વ્યાખ્યાન યોજાઈ ચુક્યા છે અને આગામી સમયમાં હજું પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...