તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા આવી રીતે પણ કરી શકાય:રાપરના બાળરોગ નિષ્ણાંતની અનોખી પહેલ ,એક માસમાં 1478 બાળકોને નિ:શુલ્ક સારવાર આપી

ભુજ8 દિવસ પહેલાલેખક: ડૉ. પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક
  • મેડિકલ સાયન્સને અનુસરતા તબીબ પણ માને છે કે, “ઈશ્વરીય શક્તિ ખૂબ કામ કરે છે : કોરોનાથી આખો પરિવાર સંક્રમિત થયો ત્યારે નેમ લીધી હતી ”
  • લેબ ચાર્જિસ પણ 50% સુધી ઘટાડ્યા હતા, જેને કાયમ કરવા તબીબે લીધો નિર્ણય

ડૉ રાહુલ પ્રસાદ છેલ્લાં પંદર વર્ષથી રાપરમાં સલારી નાકા ખાતે મહાવીર આરોગ્ય કેન્દ્ર નામક હોસ્પિટલ ચલાવી રહ્યા છે. મૂળ બિહારના ડૉ. પ્રસાદ બાળરોગ નિષ્ણાંત છે અને પત્ની સ્ત્રીરોગ નિષ્ણાંત છે. અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કરી રહેલો દીકરો 15 દિવસ કોવિડની ડ્યૂટી કરીને જ્યારે કચ્છ આવ્યો તે પછી સમગ્ર પરિવારના સભ્યો કોરોનાનાં ઝપેટમાં આવી ગયા.

આ તબીબ માટે છેલ્લાં એક વર્ષના કોરોનાકાળમાં જિંદગીમાં ન ભુલાય તેવા દર્દનાક કિસ્સાઓ સામે આવ્યા હતા. ગત વર્ષે પિતાનું મૃત્યુ, માતાને બ્રેઇન હેમરેજનાં લીધે વામ અંગ લકવો મારી ગયું અને વધુમાં કોરોનાની ભયાવહ બીજી લહેરમાં દીકરો, દીકરી સમેત ડોક્ટર દંપતી સંકમિત થયા. છતાંય ડો. પ્રસાદે હિંમત હારી નહીં અને અડગ મને કોરોનાકાળમાં ઘરે રહીને સારવાર લીધી. મેડિકલ સાયન્સને અનુસરતા તબીબ પણ માને છે કે ઈશ્વરીય શક્તિ ખૂબ કામ કરે છે. બીમારી વખતે તેમણે નેમ લીધી હતી કે, ‘બધા ઠીક થઈ જશે પછી હું એક મહિનો મારી હોસ્પિટલમાં આવતા તમામ બાળકોને નિશુલ્ક સારવાર આપીશ, અને કોરોનાનાં કેસ ઘટે નહીં તો બીજો મહિનો પણ ચાલુ રાખીશ.’

રાપર જેવા દુર્ગમ વિસ્તારમાં સારવાર આપી રહેલા ડૉ. પ્રસાદે અનોખી પહેલ આદરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્યત: દવાખાનામાં કેસ ફાઇલ નોંધાવવાના 100 થી 200 રૂપિયા તથા લોહીનાં રિપોર્ટના 500 થી 700 જેટલો ખર્ચ ભોગવવો પડતો હોય છે. તેવામાં રાપર માટે રાહત નો એક મહિનો વિત્યો હતો. ડૉ. પ્રસાદે ‘છેલ્લાં એક માસ દરમિયાન કુલ 1478 જેટલા બાળદર્દીઓને તપાસ્યા છે. જેમાં 25 જેટલા રેપિડ પોઝિટિવ બાળદર્દીઓ આ ડોક્ટરની સારવાર હેઠળ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. ઉપરાંત 67 સામાન્ય બીમારીના બાળકો હતા. ડૉ. પ્રસાદે લોહીના રિપોર્ટના ચાર્જિસ પણ 40 થી 60 % સુધી ઘટાડ્યા હતા. જે પૈકી એક માસમાં આશરે 300 જેટલા રિપોર્ટની કિંમતમાં બાળકોના વાલીઓને રાહત મળી હતી.

‘મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી : ડો. રાહુલ પ્રસાદ
આ અનુભવ પછી તબીબે તપાસ્યું કે, ‘વધુ કિંમત હોવાને લીધે વાલીઓ રિપોર્ટ કરાવતા જ ન હતા, પણ શુલ્કમાં ઘટાડો થયા પછી વાલીઓ સભાનપણે બચત સાથે કરાવવા લાગ્યા. આ તબીબે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં આ અમુક ભાવ ઘટાડા સાથે તેને હું કાયમ રાખીશ જેથી રાપરની પ્રજાને તેનો લાભ મળી શકે.’ આમ તબીબ પ્રસાદ કોરોનાકાળમાં પોતાની તબીબી ફરજ જ નહીં પરંતુ માનવતાની ફરજ પણ અદા કરતા માનવતા મહેકાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...