તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકીય પ્રવૃત્તિ:રાપર પાંજરાપોળે કોરોના કાળમાં પણ સેવાની જ્યોત જલતી રાખી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જીવદયા મંડળના 170 કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ - Divya Bhaskar
જીવદયા મંડળના 170 કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ
 • પશુ, પક્ષીઓની સારવાર માટે તબીબી ટીમ ખડેપગે

રાપરમાં 43 વર્ષથી કાર્યરત જીવદયા મંડળે કોરોના કાળ વચ્ચે પણ સેવાની જ્યોત જલતી રાખી છે. સંસ્થાના 170 કાર્યકરો દ્વારા અબોલા જીવોની સેવા કરવામાં આવી રહી છે. વેલજી ઇન્દરજી મેહતાએ સંસ્થાની સ્થાપના કરી સેવાકાર્યને આગળ ધપાવ્યું છે. સંસ્થા પ્રમુખ નવીન મોરબિયા, માનદમંત્રી સેવંતી ચુનીલાલ સંઘવી, વિપુલ રસિકભાઇ મેહતા સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો કોરોનાકાળમાં પણ સેવારત રહ્યા છે.

પ્રધાનમંત્રી સહિતનાઓએ સેવાને બિરદાવી
પ્રધાનમંત્રી સહિતનાઓએ સેવાને બિરદાવી

સંસ્થા દ્વારા પશુઓ માટે નીરણ, વરસાદથી બચવા સેડની વ્યવસ્થા, ગરમીને લઇને સેડમાં પંખા, પાણી માટે અવાડા, પક્ષીઓ માટે પિંંજરા, વેટરનરી તબીબ, એમ્બ્યૂલન્સ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. નાના ઘેટાં-બકરા, વાછરડાને બે ટાઇમ બોટલથી દૂધ પીવડાવવામાં આવે છે. વધુમાં અકસ્માતે ઘવાયેલા પશુ, પક્ષીઓની સારવાર માટે તબીબી ટીમ 24 કલાક ખડેપગે રહે છે.

સેવાકાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી વેલજી ઇન્દરજી મેહતાનું દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના હસ્તે બહુમાન કરાયું હતું. વર્ષ 2001-2002માં ગુજરાત ગૌસેવા આયોગ દ્વારા એવોર્ડ, 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહાવીર એવોર્ડ, 2012-13માં રાજ્યપાલના હસ્તે ગુજરાત એવોર્ડ, 2015માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને 2019-2020માં વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બહુમાન કરાયું હતું.

નવ હજારથી વધુ પશુઓનો કરાતો નિભાવ
સંસ્થા દ્વારા ગાય, ભેંસ, આખલા, પાડા, ઘેટા, બકરા સહિત 9,300થી વધુ પશુઓ, પક્ષીઓની સેવા કરવામાં આવી રહી છે. વર્તમાન સમયે કોરોના મહામારીના પગલે ઉદ્યોગ, ધંધા પડી ભાંગ્યા છે તેવામાં આ સંસ્થાએ દાતાઓના આર્થિક સહયોગથી સેવાની જ્યોત જલતી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો