મદદ:લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોને સરહદ ડેરી દ્વારા રેપીડ ટેસ્ટ કીટ આપવામાં આવી

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના રિપોર્ટ જલ્દી મળી રહે તે માટે 1 હજાર જેટલી ટેસ્ટ કીટ અપાઈ

પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં કોરોના રિપોર્ટ લોકોને જલ્દી મળી રહે તે હેતુસર ગ્રામ્ય વિસ્તારના ગામોમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર સરહદ ડેરી દ્વારા એક હજારથી પણ વધુ કોરોના રેપીડ ટેસ્ટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

છેવાડાના વિસ્તારના લોકોને સ્થાનિકેજ ઝડપી કોરોના રીપોર્ટ મળી રહે તે માટે લખપત તાલુકાના દયાપર, ઘડુલી, બરંદા, નારાયણ સરોવરના આરોગ્ય કેન્દ્રમાં અને વર્માનગરની સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ સહિતના સ્થાનો પર રેપીડ કીટનું વિતરણ સરહદ ડેરીના વાઇસ ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સેવાકાર્યમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત ભીલ, ઘડુલી સરપંચ નીતિન પટેલ, ના. સરોવરના સુરુભા જાડેજા વગેરે સહયોગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...