તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાગડમાં હરીત ક્રાંતિ:રાપર તાલુકો 100 ટકા ખરીફ પાકના વાવેતર તરફ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છના લખપત તાલુકોના ગામડાઅો માત્ર 15.61 ટકા જ વાવણી કરી શક્યા
  • જિલ્લામાં વરસાદ ખેંચાતા અેક બાજુ નર્મદા નહેરથી લીલાલહેર, બીજી બાજુ અર્ધદુકાળ

કચ્છમાં અનિયમિત ચોમાસાને કારણે જિલ્લાના ગામડાઅોમાં ખરીફ પાકના વાવેતરની નોંધનીય ટકાવાળી નથી હોતી. પરંતુ, પૂર્વ કચ્છમાં નર્મદાની નહેરે ભચાઉ તાલુકાના ગામડામાં ખેડલાયક જમીનના 86.89 ટકા અને રાપર તાલુકાના ગામડામાં ખેડલાયક જમીનના 90.91 ટકા વાવેતરે તારી દીધાનું ચિત્ર ઉપસાવ્યું છે. બીજી બાજુ, ખેંચાયેલા વરસાદ અને નર્મદાની નહેરના પાણી વિના પૂર્વ કચ્છના લખપત તાલુકામાં માત્ર 15.61 ટકા જ વાવણી થઈ છે.

કચ્છ જિલ્લાના ગામડાઓમાં કુલ 7 લાખ 53 હજાર 907 હેકટર ખેડલાયક જમીન છે. પરંતુ, વરસાદ ખેંચાઈ જતા હજુ સુધી અેટલે કે 15મી ઓગસ્ટ સુધી માત્ર આખા જિલ્લામાં 66.27 ટકા જ અેટલે કે 4 લાખ 99 હજાર 619 હેકટર જમીનમાં જ વાવેતર થઈ શક્યું છે. જોકે, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ વચ્ચે ખરીફ પાકના વાવેતરની ટકાવાળીમાં જમીન આસમાનનો ફરક છે.

એક બાજુ રાપર તાલુકાના ગામડાની ખેડવાલાયક 1 લાખ 40 હજાર 129 હેકટર જમીનમાંથી 1 લાખ 27 હજાર 400 હેકટર જમીન ખેડાઈ ગઈ છે એટલે કે 90.91 ટકા જમીનમાં ખેડાણ થઈ ગયું છે અને તાલુકો 100 ટકા ખેડાણ તરફ આ​​​​​​​ગળ વધી રહ્યો છે. અેવી જ રીતે ભચાઉ તાલુકાના ગામડાની ખેડવાલાયક 1 લાખ 15 હજાર 958 હેકટર જમીનમાંથી 1 લાખ 765 હેકરટ જમીન ખેડાઈ ગઈ છે એટલે કે 86.89 ટકા જમીનમાં ખેડાણ થઈ ગયું છે. જે પણ 100 ટકા ખેડાણ તરફ આ​​​​​​​ગળ વધી વધી રહ્યો છે.

બીજી તરફ લખપત તાલુકાના ગામડાઓમાં ખેડવાલાયક માત્ર 32 હજાર 622 હેકટર જમીન છે. પરંતુ, વરસાદ ખેંચાઈ જતા માત્ર 5095 હેકટર જમીનમાં જ વાવેતર થઈ શક્યું છે. જે તાલુકાની ખેડવાલાયક જમીનના માત્ર 15.61 ટકા જેટલું જ વાવેતર કહેવાય. આ​​​​​​​મ, ખેડૂતો માટે નર્મદાની નહેર છેક લખપત તાલુકા સુધી પહોંચે તો જ લેખે લાગે અેમ છે.

પરંતુ, કચ્છના લોક પ્રતિનિધિઓની ​​​​​અણઆવડત કહો, વગનો અભાવ કહો કે પછી રસરુચિનો અભાવ કહો પણ પૂર્વ કચ્છ સુધી પણ માંડમાંડ પહોંચેલી નર્મદાની નહેર પશ્ચિમ કચ્છના છેવાડા સુધી પહોંચે એવી કલ્પના પણ કરવી મુશ્કેલ છે. કેમ કે, નર્મદાની મુખ્ય નહેર તો માત્ર રાપર, ભચાઉ, મુન્દ્રા અને માંડવી સુધી જ પહોંચશે. એ કામ પણ હજુ પણ 70 કિ.મી. જેટલું બાકી છે. પેટા નહેર, પેટા નહેરની પણ પેટા નહેરનું કામ થતા તો ન જાણે હજુ કેટલા દાયકા નીકળી જશે!

તાલુકામાં ખેડવાલાયક જમીનમાં વાવણીની ટકાવારી
તાલુકોખેડલાયક જમીન3 વર્ષની સરેરાશહાલનું વાવેતરટકાવારી
લખપત3262216800509515.61
અબડાસા98229635735934457.35
નખત્રાણા70017456944346062.07
ભુજ93158566576626371.12
માંડવી77963514174289155.01
મુન્દ્રા49270236011541131.27
અંજાર71420484483702551.84
ગાંધીધામ51413149196538.22
ભચાઉ11595810747810076586.89
રાપર14012910755912740090.91
કુલ75390752437049961966.27

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...