તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર મુક પ્રેક્ષક બન્યું:રાપર, ભચાઉ તાલુકામાં છાત્રોને લાગી લત,પાટણ, બનાસકાંઠા, રાધનપુરથી અાવતો જથ્થો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળાબજારીમાં 5 હજાર કિલોના ભાવે વેંચાતા પોષડોડા

પોષડોડાની પરમીટ બંધ થયા બાદ રાપર, ભચાઉ તાલુકામાં વ્યસનીઅોની સંખ્યા વધી ગઇ છે અને હવે તો વિદ્યાર્થીઅોને લત લાગી છે, જેથી અાવા વ્યસનીઅોની સંખ્યા 1200થી વધીને 7 હજારે પહોંચી ગઇ છે.અગાઉ શ્વાસ, દમ વગેરેના દર્દીઅો માટે 2 કિલો પોષડોડાની પરમીટ અપાતી હતી, જે તા.31-3-16ના બંધ કરાઇ છે.

છેલ્લા 5 વર્ષમાં કાળા બજારીમાં અેક કિલો પોષડોડાનો ભાવ 5 હજારે પહોંચી ગયો છે. રાધનપુર, બનાસકાંઠા, પાટણના કાળા બજારિયા અાડેસર, રાપર, સામખિયાળી અને ભચાઉમાં અાપી જાય છે, જેથી હવે છાત્રો પણ તેના વ્યસની બન્યા છે, જેથી કમાણી નશાબંધી ખાતા અને પોલીસની વધી હોવાનો અાક્ષેપ વાગડ માનવ િવકાસ ટ્રસ્ટ-ગાગોદરના પ્રમુખ ધારાભાઇ કલાભાઇ ભરવાડે કર્યો છે.

તેમણે નશાબંધી તથા અાબકારી ખાતાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રજૂઅાત કરતા જણાવ્યું હતું કે, દારૂની પરમીટ અપાતી હોય તો અા પંથકમાં કાં તો વ્યસનમુક્તિ કેન્દ્ર ખોલો અથવા તો પોષડોડાની પરમીટ અાપો.

અન્ય સમાચારો પણ છે...