રજૂઆત:નલિયામાં સમાજ કલ્યાણ ખાતાના અધિકારીઓ આવતા ન હોવાની રાવ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પછાત વર્ગના લોકો અનેક લાભોથી રહી જાય છે વંચિત
  • તાલુકા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના ચેરમેનની મુખ્યમંત્રીને રજૂઆત

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં સમાજ કલ્યાણ ખાતાના અિધકારીઅો અગાઉ દર ગુરૂવારે આવતા હતા પરંતુ છેલ્લા લાંબા સમયથી કોઇ જ અધિકારી આવતા નથી, જેના કારણે લોકો વિવિધ સહાય યોજનાઅોથી વંચિત રહી જતા હોવાની રાવ ઉઠી છે. વધુમાં લોકોને અન્ય સહાય સહિત અન્ય કામગીરી માટે ભુજ સુધી લંબાવું પડે છે જેથી આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને લેિખત રજૂઆત કરવામાં આવી છે.

નલિયા તાલુકા પંચાયત ખાતે સમાજ કલ્યાણ ખાતામાંથી અેકપણ અધિકારી ઐવતા નથી, જેથી જરૂરિયાતમંદ લોકોને આંબેડકર આવાસ યોજના કે, અન્ય સહાય યોજનાઅોનો લાભ મળતો નથી. સમાજ કલ્યાણ ખાતા તરફથી દર ગુરૂવારે તાલુકા મથક નલિયામાં ભુજથી અધિકારીને ઐવવાનું નક્કી કરાયું છે. જો કે, નવાઇની વાત અે છે કે, છેલ્લા અેક વર્ષથી કોઇ અધિકારી આવતા નથી કે, અરજદારોની સહાય યોજના માટેની અરજીઅો સમયસર લેવામાં આવતી નથી. અબડાસા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઅોને વિશ્વાસમાં લીધા વિના બારોબાર આવાસ યોજના કે અન્ય યોજનાઅોના કામો પોતાની મરજી મુજબ કરાય છે.

આવાસ યોજનાના કેટલા લાભાર્થીઓના આવાસો મંજૂર થયા અને કેટલી અરજીઅો નામંજૂર થઇ તેની કોઇ લેખિત માહિતી અપાતી નથી, જે વ્યાબી નથી. જો અા મુદ્દે આગામી 30 દિવસમાં કોઇ નિર્ણય નહીં લેવાય ઉગ્ર આંદોલન કરાશે અને તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનો, યુવાનો, મહિલાઅોને કોઇપણ જાતની હાનિ પહોંચશે તો તેની જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની રહેશે તેવી ચિમકી સાથે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજી કાનજી મહેશ્વરીઅે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...