તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રામપર (વે)-ધૂણઇ વચ્ચે 11 લાખનો દારૂ અને બિયર ભરેલી ટ્રક જબ્બે, આરોપી છૂ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શરાબના જથ્થાને સગેવગે કરે તે પૂર્વે એલસીબીએ માર્યો છાપો
  • રૂપિયા 10.10 લાખની દારૂની 1,772 નંગ બોટલ અને રૂપિયા 81 હજારના 810 નંગ બીયર સાથે 5 લાખની ટ્રક પકડી

માંડવી તાલુકાના રામપર વેકરા ધૂણઇ નજીક બાવડની ઝાડીમાંથી એલસીબીએ બાતમીના આધારે એક ટ્રકમાંથી 2,772 નંગ દારૂની બોટલો કિંમત રૂપિયા 10,10,700 તેમજ 81 હજારના 810 નંગ બીયરના ટીન અને 5 લાખની ટ્રક સહિત 15,91,900નો મુદામાલ પકડી પાડ્યો હતો જ્યારે આરોપી ટ્રક મુકી નાસી છુટ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ગુરૂવારે રાત્રે પોણા બાર વાગ્યે માહિતી મળી હતી કે, દરશડી ગામે રહેતા અનિલસિંહ લધુભા જાડેજા અને ગાંધીધામના કિડાણાના મહિપતસિંહ કિરીટસિંહ વાઘેલા બન્ને ભેગા મળીને દારૂનો જથ્થો મંગાવ્યો છે.

રામપર વેકરા અને ધૂણઇ ગામ તરફ જતા માર્ગ વચ્ચે બાવડની ઝાડીમાંથી ટ્રકમાંથી દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે. જે માહિતી પરથી એલસીબીએ સ્થાનિકે છાપો મારતાં ટ્રક મળી આવી હતી જેમાં વિવિધ બ્રાન્ડની 2,772 નંગ વિદેશી શરાબની બોટલ કિંમત રૂપિયા 10,10,700 તેમજ 810 નંગ બીયરના ટીન કિંમત રૂપિયા 81 હજારનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસ રેડ પાડવા આવવાની હોય તેની ભનક લાગી હોય તેમ આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...