રેલી:ભુજમાં જી.કે.ના વહીવટી સુધારા માટે બહુજન અાર્મી દ્વારા રેલી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના વહીવટી સુધારાની માંગ સાથે બહુજન અાર્મી દ્વારા બે મહિના અગાઉ કલેક્ટર કચેરી સામે 12 દિવસની ભૂખ હડતાલ બાદ તા.5-10, મંગળવારના રેલી યોજીને કલેક્ટરને અાવેદન અપાયું હતું.

બહુજન અાર્મીના સંસ્થાપક લખન ધુવાઅે જણાવ્યું હતું કે, અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગંભીર બીમારીના નિષ્ણાંત તબીબોની નિમણૂક કરાતી નથી અને અેપીઅેલ કાર્ડધારકો પાસેથી રિપોર્ટ, સારવારના નામે હજારો રૂપિયા વસુલાય છે. જે મુદ્દે અનેક વખત રજૂઅાતો કરાયા છતાં સરકાર કે, અદાણીના પેટનું પાણી હલતું નથી, જેથી કલેક્ટરને અાવેદન પાઠવી અાગામી 15 દિવસમાં માંગો નહીં સંતોષાય તો મુન્દ્રા અદાણી પોર્ટનું ગેઇટ બંધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...