તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સલૂઝિવ:રાજસ્થાનની હાઇકોર્ટે હથિયાર કેસ મામલે કુખ્યાત હનીફ પઢીયારના જામીન નામંજૂર કર્યા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગત 30 એપ્રિલે 2014ના કેસમાં અબડાસામાંથી એટીએસની ટીમ ઉઠાવી ગઇ હતી
  • બાડમેરના નવાબ ખાન ગેંગના માણસ પાસેથી બે પિસ્તોલ અને ગેરકાયદેર સામગ્રી ખરીદી હતી
  • 2014માં નકલી નોટો, શસ્ત્રો અને હેરોઇનનો માલ પાકિસ્તાનથી બાડમેરની ગેંગ પાસે આવ્યો હતો

2014ના કેસમાં બાડમેરનો તસ્કર નવાબ ખાન ઉર્ફે નબિયા સાથે સંકળાયેલા લોકો ભારતમાં પાકિસ્તાનથી આવેલી ગેરકાયદેર વસ્તુઓનું વેચાણ કરતા હતા, જે ગેંગના અલાનુર પાસેથી કુખ્યાત હનીફ પઢિયારે હથિયાર અને અમુક ગેરકાયદેસર વસ્તુઓની ખરીદી કરતા રાજસ્થાન એટીએસ ગત 30 એપ્રિલના અબડાસાના નુંધાતડ ગામેથી તેને ઉઠાવી ગઇ હતી. જે કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી.

રાજસ્થાન હાઈકોર્ટના વેકેશન ન્યાયાધીશ રામેશ્વર વ્યાસે બાડમેરના પ્રખ્યાત તસ્કર નવાબ ખાન ઉર્ફે નબીયા ગેંગ સાથે સંકળાયેલા વ્યક્તિ અલાનુર પાસેથી ગેરકાયદેસર હથિયાર ખરીદનારા કચ્છના અબડાસા તાલુકાના નુંધાતડ ગામના રહેવાસી હનીફ જાકબ પઢિયારને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હનિફ હાલ બાડમેર જેલમાં બંધ છે. આ કેસ મુજબ, વર્ષ 2014 માં, એક પાકિસ્તાની તસ્કર ગેરકાયદેસર રીતે ભારતીય સીમા પાર કરીને હેરોઇન, નકલી નોટો અને ગેરકાયદેસર હથિયારો લાવ્યો હતો. રામસાર થાણામાં એફઆઈઆર નોંધાઈ હતી.

બાડમેરના તસ્કર નવાબ ખાન ઉર્ફે નબિયા અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોએ ભારતમાં આ ગેરકાયદેસર ચીજોનું વેચાણ શરૂ કર્યું હતું. આ કેસમાં એટીએસ પહેલેથી જ નબિયા સહિત 19 લોકોની ધરપકડ કરી ચૂકી છે. આ જ કેસમાં 30 એપ્રિલના રોજ હનીફ જાકબ પઢિયારની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી હનીફે અલ્લાનુર દ્વારા બે પિસ્તોલ અને કેટલીક વાંધાજનક વસ્તુઓ ખરીદી હતી. હનીફ તરફથી રાજસ્થાન હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી, જેમાં જણાવાયું હતું કે, તેની પાસેથી કોઇ રિકવરી કરવામાં નથી આવી.

આ જ કેસમાં અન્ય બે સહ આરોપી નંદલાલ અને અલ્લાનુરને વર્ષ 2015માં જામીન મળી ગયા હતા. આમ, તેને પણ જામીન મળવા જોઈએ. સુનાવણી દરમિયાન એટીએસના અધિક પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ ઉજ્જવલ પણ હાજર હતા. બંને પક્ષે સુનાવણી કર્યા બાદ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, કુખ્યાત હનીફ જાકબ પઢિયાર અબડાસાની પેટા ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, પ્રચાર ટાણે જ રાજસ્થાન એટીએસની ટીમ તેને ઉઠાવવા માટે આવી હતી પણ વોરંટ ન હોવાથી તેને ઉઠાવી શકી ન હતી.

રાજદ્રોહ-નકલી નોટના 8 કેસની તપાસ બાકી હોવાની દલીલ કરાઇ
રાજ્યના વકીલ એસ.કે. ભાટીએ જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ રાજદ્રોહ અને નકલી નોટો સહિતના અન્ય કેસોની આઠ તપાસ બાકી છે અને તે ફરાર હતો. તેની સામે પુરાવા રેકોર્ડ પર છે.

કચ્છના હથિયારકાંડની તપાસ ગુજરાત એટીએસને અપાઇ ને હનીફનું નામ ગુમ
બે વર્ષ પૂર્વે ભુજનો યુવાન હથિયાર સાથે પકડાયો હતો, બાદમાં અા તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો. સેંકડો હથિયારો સાથે કેટલાક લોકો પકડાયા હતા. તો ગન શોપનો સંચાલક ગુપ્તા પણ દબોચી લેવાયો હતો. પશ્ચિમ કચ્છ એલસીબી પાસે તપાસ હતી ત્યારે તેમાં હનીફ પઢિયારનો નામ હતું પણ જેવી તપાસ ગુજરાત એટીએસ પાસે પહોંચી તેનું નામોનિશાન મટી ગયું હતું.

હનિફ પઢિયારે 2012માં ભુજના યુવાન અકરમ શિકારી પાસેથી બંદુક ખરીદી હતી જેનો કબજે લેવા માટે એલસીબીની ટીમ તેના ઘરે પણ જે તે સમયે પહોંચી હોવાનું સુત્રોએ કહ્યું હતું. ગુજરાત એટીએસ તેની ધરપકડ કરવાનું ટાળ્યું કે પછી તેનું નામ લીસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું તે તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...