ક્રાઇમ:રાજસ્થાનના વેપારીની લૂંટમાં 1 ચીટર બે દિ’ના રિમાન્ડ પર

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટમાં ગયેલા રૂા. 20 લાખ કબજે કરવા ચક્રો ગતિમાન

રાજસ્થાનના ભીલવાડાના ટ્રાવેલ્સ સંચાલકને સસ્તા સોનાની લાલચ અાપી ભુજ બોલાવી ગત 9 અોગસ્ટના ત્રણ ચીટરોઅે 20 લાખ રૂપિયા લુંટી લેવાનો બનાવમાં પોલીસ અેક ચીટરની ધરપકડ કરી હતી. રિમાન્ડની માંગણી સાથે જજ સમક્ષ રજૂ કરાતા બે દિવસના મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. તો લૂંટના અા બનાવમાં અન્ય બે અારોપી તેમજ કાર અને 20 લાખ રૂપિયા રોકડ કબજે કરવા માટે ચક્રો ગતીમાન કરાયા છે.

સુત્રોમાંથી મળતી વીગતો મુજબ, ગત 9મી અોગસ્ટના ભીલવાડાના દીલીપ અાચાર્યને ફિરોઝ ખાને લાલચ અાપી સસ્તુ સોનુ લેવા માટે અાદીલના નંબર અાપ્યા હતા. ફરિયાદીઅે અાદિલ નામના શખ્સ સાથે ફોન પર વાત કરતા તેણે પૈસા લઇ ભુજ બોલાવ્યો હતો. સેવનસ્કાય હોટેલમાં રોકાયા બાદ અાદીલે ફરિયાદી અને તેના મિત્રોને અેરપોર્ટ રોડ ચાર રસ્તા પાસે અાવેલા વંડા નજીક બોલાવ્યો હતો, જયાં ફરિયાદીને પૈસા ભરેલી બેગ સાથે કારમાં બેસી જવા કહ્યું હતું. કારમાં હાજી અનીશ અેટલે કે અબ્દુલ કાસમ બજાણીયા (રહે. ભુજ)વાળો અને સુલતાન મીર્જા હતા.

ફરિયાદી પાસેથી છરીની અણીઅે 20 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લઇ ભચાઉ પાસે ઉતારી દઇ લૂંટારા નાસી છુટયા હતા. અેલસીબીની ટીમે અબ્દુલ બજાણીયાને બી ડિવિઝન પોલીસ મથકે સોંપ્યા બાદ ફોજદારી નોંધાઇ હતી. બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે જજ સમક્ષ રજૂ કરતા બે દિવસના મંગળવાર સુધીના રિમાન્ડ મળ્યા છે. તો બાકીના બે અારોપી અાદીલ અને સુલતાન મીર્ઝાની ધરપકડ કરવા માટે ચક્રો ગતીમાન કર્યા છે. તો લૂંટમાં ગયેલા રૂપિયા 20 લાખ અને નંબર પ્લેટ લગરની કાર કબજે કરવા માટે તજવીજ હાથ ધરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...