તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નગરપાલિકામાં શાસક પક્ષના નગર સેવકોમાં જ રાજરમત

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોણ ઊંચો અને કોણ નીચો નહીં, પણ ભ્રષ્ટાચારી સાબિત કરવાના ખેલ
  • પક્ષ ચહેરા બદલાવે છે પણ પ્રકૃતિ બદલાવી ન શકતા કાવાદાવા યથાવત

ભુજ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી શાસક પક્ષના પદાધિકારીઅો જ સામસામે અાવી ગયા હોય અેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેમ કે, અેકબીજા ઉપર ભ્રષ્ટાચારના છાંટા ઉડાડવાની રાજરમત શરૂ થઈ ગઈ છે, જેથી ગત ટર્મના બાકીના અઢી વર્ષ માટે પદાધિકારીઅોની વરણી સમયે બળવાની સ્થિતિ સર્જાઈ હતી, અેવી જ સ્થિતિનું પુનરાવર્તન અા વખતે પણ બાકીના અઢી વર્ષ માટે પદાધિકારીઅોની વરણી સમયે થાય અેના પાયા નંખાતા હોય અેવું દેખાઈ રહ્યું છે. ભુજ નગરપાલિકામાં 2011થી 2015 દરમિયાન ભાજપના શાસનમાં કથિત વોક વેના ભ્રષ્ટાચારથી ભાજપની છાપ ખરડાઈ હતી, જેથી ભાજપે 2015ની ચૂંટણીમાં નવા ચહેરાઅોને ઉતારવા મજબૂર કરી દીધા હતા. જેને જનતાઅે અાવકારીને 44માંથી 29 બેઠકો ભાજપને અાપી દીધી હતી. અેટલું જ નહીં પણ કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબરની અેક બેઠકની પેટા ચૂંટણીમાં ગાબડું પાડીને વિશ્વસનીયતા વધારી દીધી હતી. જોકે, 2016થી 2021 દરમિયાન પાંચ વર્ષના શાસનના છેલ્લા અઢી વર્ષમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ પદ માટેના બળવાની સ્થિતિથી પક્ષને નીચા જોણું થયું હતું પરંતુ, વોર્ડ નંબર 6ની અેક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે બેઠક જાળવવામાં સફળતા મેળવી હતી. અામ છતાં 2021ની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો બદલવાની નીતિ અપનાવાઈ હતી. ચાલુ બોડીના શાસક પક્ષના નગરસેવકોઅે રાવલવાડી પાણીના ટાંકા પાસે જનતા રેડ દરમિયાન અેકસંપ થઈને જે રીતે પરિસ્થિતિને થાળે પાડી હતી અે જોતા લાગતું હતું કે, નવી બોડી સંગઠિત છે. પરંતુ, તાજેતરમાં સેનિટેશન શાખાના ટ્રેકટરથી રેતીના ફેરાના આક્ષેપ મુદ્દે બે ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, પક્ષના કાર્યાલયમાં અારોપો સાબિત થયા ન હતા, જેથી અારોપો કરનાર ચેરમેન જ બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. જે બાદ હવે ટાઉનહોલમાં ગટરની સફાઈના બારાતુ ઠેકેદારના વાહનો અને સફાઈ કામદારોને ઉતારો અપાયા બાદ ઠેકેદારને નગરસેવકની દબાણવાળી જગ્યા ભાડે અાપવા માટે દબાણ કરાયાની વાતો વહેતી થઈ છે, જેથી સંઘ કાશીઅે પહોંચશે કે કેમ અે અેક પ્રશ્ન થઈ ગયો છે. કેમ કે, રોડ લાઈટ બ્રાન્ચના ઈજનેરે રાજીનામું અાપ્યા પાછળ પણ ગેરરીતિ અાચરવામાં સહયોગ ન અપાતા કનડગતથી કંટાળી નોકરી મૂક્યાની ચર્ચાઅે જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...