તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વરસાદી પાણીનો સંગ્રહ એ પાણી બચાવ અને પર્યાવરણ સુરક્ષા માટેનો શ્રેષ્ઠ ઉપાય

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજની હાઈસ્કૂલમાં 1 લાખ લી.ના ટાંકાનું ભૂમિપૂજન કરાયું

ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જળસાથી અને ભૂગર્ભ જળ જાણકાર ઇન્સ્ટિટયૂટના સહકારથી તથા કચ્છ મહિલા વિકાસ સંગઠન તથા હોમ ઇન ધ સિટીના અનુદાનથી એક લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહ હેતુ ટાંકાનું નિર્માણ કરાશે. જે શાળાની 1500 વિદ્યાર્થિનીઓને પીવાનું પાણી પુરું પાડી શકશે. જેનું ભૂમિપૂજન કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ તેમજ પૂજન સાથે નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે જળ એ ઈશ્વરની અમુલ્ય ભેટ છે. તેનો શક્ય હોય તેટલો બચાવ કરવો એ દરેકની ફરજ છે તેમજ વરસાદી પાણીનો સંગ્રહ જળ વ્યવસ્થાપનનો શ્રેષ્ઠ ઉપાય છે.

નગરપતિનું સન્માન શિક્ષણ નિરીક્ષક ભુપેન્દ્રસિંહ વાઘેલા અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ ગોપાલભાઈનું સન્માન આચાર્યા મીતાબેન ગોસ્વામીએ કર્યું હતું. બીપીનભાઈ વકિલ તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આભારવિધિ પ્રતિજ્ઞાબેન હાથી અને સંચાલન પ્રગતિબેન ગોરાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મનિષાબેન ઓઝા, જયશ્રીબેન ત્રિવેદી, પી.કે. ચુડાસમા, પી.એમ. માણેક, હીનાબેન પાંચાણી, રશ્મિતાબેન મુંગરા, સોનલબેન ગાજીપરા, હસીનાબેન અને લાડકભાઈએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...