તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર યથાવત:અબડાસા અને રાપરમાં વરસાદના ઝાપટા યથાવત રહેતા માર્ગો અને નદીઓમાં પાણી વહી નીકળ્યા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબડાસાના બારા ગામની નદી વહી નીકળતા માર્ગ અવરોધાયો

કચ્છમાં સીઝનના બીજા વરસાદના દોરની શરૂઆત આજે છઠા દિવસે ઝાપટારૂપી યથાવત રહેતા માર્ગો પર પાણી વહી નીકળતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આજે રાપર શહેર અને અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

રાપરના ગેડી ગામેં વરસાદના પાણી વહી નીકળ્યા હતા
રાપરના ગેડી ગામેં વરસાદના પાણી વહી નીકળ્યા હતા

આજે રવિવારના સવારથી બપોર સુધી અબડાસા તાલુકાના બારા, તેરા, સુડધ્રો, બીટા, ભવાનીપર, લાખણીયા, નાગીયા, ગાડથરા, કારા તળાવ, નલિયા સહિતના વિસ્તારોમાં મેઘમહેર થતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. બારા ગામ પાસેની નદી બે કાંઠે વહેતા એ તરફના ગામો બાજુ જવાનો માર્ગ પાણીના વહેણમાં કારણે બંધ થઈ જતા વાહન વ્યવહાર બાધિત થયો હોવાનું નલિયામાં રમેશભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું. આ માર્ગે લોકોની પુલ બનાવવાં માટેની વર્ષોજુની માંગ છતાં તંત્ર યોગ્ય નિરાકરણ લાવતું ના હોવાનું લોકોએ કહ્યું હતું.

પૂર્વ કચ્છના રાપર નગર અને આસપાસના ગામોમાં પણ બપીરે મેઘ કૃપા વરસતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. રાપરમાં આજ સવાર સુધીમાં મૌસમનો વરસાદ 110 મિ.મી. નોંધાયો છે. સૌથી વધુ અંજારમાં 359, અબડાસા 193, ગાંધીધામ 257, નખત્રાણા 244, ભચાઉ 177, ભુજ 296, મુન્દ્રા 296, માંડવી 203 અને લખપતમાં 96 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...