તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા કાર્યવાહી:કચ્છમાં વરસાદમાં વધારો થઇ રહ્યો છે : સંસદમાં સરકારે આપ્યો જવાબ

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાતાવરણમાં બદલાવ અને ગ્લોબલ વોર્મિંગથી દુનિયાને નુકસાન પણ કચ્છને હાલ તો ફાયદો
 • ગત વર્ષે રેકોર્ડ બ્રેક 282 ટકા ખાબક્યો હતો : રાજસ્થાનને પણ કચ્છની જેમ લાભ

દુનિયા સામે હાલ ભલે કોરોના મોટો ખતરો છે. પરંતુ લાંબા ગાળે ગ્લોબલ વોર્મિંગ ન માત્ર માનવ જાત પરંતુ સમગ્ર પૃથ્વીના વાતાવરણ અને જૈવ સંપદાને તહસ-નહસ કરી શકે છે. તેના પગલે દુનિયાભરમાં અા અંગે ચિંતા જોવા મળી રહી છે. દુનિમાં ગ્લોબલ વોર્મિંગને લઇને વાતાવરણમાં બદાલાવ અાવી રહ્યાં છે.

ભારતની વાત કરવામાં અાવે તો દરિયાની સપાટી વધવાની સાથે વરસાદમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. કચ્છ હાલ તો રાજી થવા જેવી વાત અે છે કે વાતારણમાં અાવેલા અા બદલાવના કારણે અા જિલ્લામાં વરસાદમાં વધારો થયો છે ! અા વાત ખૂદ ભારત સરકારે સંસદમાં કબૂલી છે !

અા અંગે મળતી વિગતો મુજબ જુદા-જુદા અાંતરરાષ્ટ્રી સર્વેમાં ભારત પણ ગ્લોબલ વોર્મિંગની સાૈથી વધારે અસર ધરાવતા દેશોમાં સામેલ હોય છે. ભારત સરકારના પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય દ્વારા પણ વાતાવરણમાં અાવી રહેલા બદલાવ અંગે તપાસ કરાઇ રહી છે. તાજેતરમાં લોકસભામાં ગ્લોબલ વોર્મિંગ અંગે ભારતમાં અાવેલા ફેરફાર અંગે પૂછાયેલા અેક પ્રશ્નનના જવાબમાં પૃથ્વી મંત્રાલય દ્વારા વિસ્તૃત જવાબ અાપવામાં અાવ્યો હતો. જેમાં ભારતીય હવામાન વિભાગ કરાયેલા અધ્યયનમાં વર્ષ 1901થી 2017 સુધી દેશના તાપમાનમાં 0.7 ડિગ્રીનો વધારો થયો છે. તો બીજીબાજુ ભારતીય સમુદ્રની તટરેખાની સાથે સમુદ્રી જળસ્તરમાં પણ 1.7 મીમી પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે.

તો બીજીબાજુ 1901થી 2019 વચ્ચે વરસાદ અંગે કરેલા અધ્યયમાં પણ ચોંકાવનારા તથ્યો બહાર અાવ્યા છે. જેમાં હાલના થોડા વર્ષોમાં મોનસુનની તીવ્રતા ઘટી રહી હોવાનું બહાર અાવ્યું છે. તો કચ્છ અને સાૈરાષ્ટ્રમાં વરસાદમાં વધારો થઇ રહ્યો હોવાનું કહેવામાં અાવ્યુ છે. દેશના અન્ય અનેક રાજ્યોમાં પણ ફેરફાર નોંધાયા છે. નોંધનીય છે કે કચ્છમાં સતત બે વર્ષ ભારે વરસાદ નોંધાયો છે. વર્ષ 2020માં તો છેલ્લા 40 વર્ષમાં સાૈથી ભારે વરસાદ કચ્છમાં ખાબક્યો હતો. ભૂકંપ પહેલા અને બાદના વર્ષોમાં વરસાદમાં સરેરાશમાં પાંચ ઇંચનો વધારો નોંધાયો છે.

અા સ્થળોઅે નૈઋત્ય ચોમાસુ નબળું પડ્યું
ઉત્તર પ્રદેશ, બિહાર, પ.બંગાળ, મેઘાલય અને નાગાલેન્ડમાં છેલ્લા 30 વર્ષના અધ્યયન પ્રમાણે ચોમાસુ નબળુ પડ્યું છે. તો અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદમાં ઘટાડો નોંધાયો છે. અા સિવાયના રાજ્યોમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો