તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:કચ્છમાં આજે ફરી કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ બાદ મોટા ભાગે જિલ્લો કોરો રહ્યો
  • કંડલા (એ) અને કંડલા પોર્ટ ગરમીમાં મોખરે : કેટલા સ્થળે ઝાપટાં વરસ્યા

અષાઢી બીજની પૂર્વ રાત્રિએ કચ્છમાં પ્રવેશનારા મેઘરાજાએ સતત ત્રણ દિવસ સુધી હાજરી પૂરાવ્યા બાદ બુધવારે મોટા ભાગનું કચ્છ કોરૂં રહ્યું હતું. આજે ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. દરમિયાન કંડલા એરપોર્ટ અને કંડલા પોર્ટ રાજ્યભરમાં પ્રથમ અને બીજા ક્રમે ગરમ મથક બન્યા હતા.

સવારથી વાદળછાયા માહોલ વચ્ચે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી રહ્યું હતું પણ સવારે 84 ટકા અને સાંજે 60 ટકા જેટલો ભેજ રહેતાં ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં બફારાનું સામ્રાજ્ય રહ્યું હતું. બીજા ક્રમે ગરમ રહેલા કંડલા પોર્ટ પર સવારે 87 અને સાંજે 62 ટકા જેટલા ભેજ સાથે ઉંચું ઉષ્ણતામાન 36.3 ડિગ્રી નોંધાયું હતું.

ભેજના ઉંચા પ્રમાણે લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા. ભુજમાં મહતમ પારો 34.8 ડિગ્રી રહ્યો હતો પણ 8.30 કલાકે 91 ટકા જેટલા ભેજ સાથે જ ઉકળાટ શરૂ થયો હતો જે સાંજે 58 ટકા રહેતાં બફારામાંથી આંશિક રાહત અનુભવાઇ હતી. નલિયામાં ઉંચું તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન આજે ગુરૂવારે તોફાની પવન અને ગાજવીજ સાથે કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની વકી અમદાવાદની વેધશાળાએ વ્યક્ત કરી છે.

ભચાઉની કાંઠાળ પટ્ટીમા ગાજવીજ સાથે ઝાપટું
ભચાઉ તાલુકાના છાડવારા, આમલિયારા, જંગી, વાઢિયા, સામખિયાળી, લાલિયાણા સહીતના ગામોમાં આખો દિવસ ભારે ગરમી અને બફારો અનુભવાયા હતા. સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે જોરદાર ઝાપટું આવતા ગામની શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...