તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીપુત્રોની ઇંતેજારી લંબાઇ:વરસાદની આગાહી હટી કંડલામાં વરસે છે ગરમી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટોપ-5 ઉષ્ણ મથકોમાં પોર્ટ અને એરપોર્ટ

કચ્છમાં મંગળવારથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરનારા હવામાન ખાતાના સોમવારના અહેવાલમાં કચ્છમાં હવે સુકું વાતાવરણ રહેશે તેવો વર્તારો અપાયો છે તો બીજી બાજુ છેલ્લા ત્રણ દિવસથી કંડલા, ગાંધીધામ, અંજાર વિસ્તારમાં ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડી રહી છે.

સોમવારે વધુ એક વાર કંડલા પોર્ટ 38.6 ડિગ્રી તાપમાન સાથે સર્વાધિક ગરમ મથક બની રહ્યું હતું, તો અેરપોર્ટ પણ 37.8 ડિગ્રી સાથે પાંચમા ક્રમે રહેતાં કંડલા, ગાંધીધામ, અંજાર વિસ્તારના લોકોએ ભારે ઉકળાટ અનુભવ્યો હતો. જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો 36.6 ડિગ્રી, જ્યારે નલિયામાં 35.0 ડિગ્રીએ રહેતાં ગરમીમાં આંશિક રાહત વર્તાઇ હતી.

અષાઢી બીજ એટલે કે, કચ્છી નવા વર્ષને હજુ એક સપ્તાહની વાર છે પરંતુ આગોત્તરા વરસાદમાં વાવણી કરનાર કચ્છના ધરતીપુત્રોને બે દિવસ પૂર્વે છૂટાછવાયા વરસાદની કરાયેલી આગાહીથી આશા બંધાઇ હતી, પરંતુ હવે એ શક્યતા પાછી ઠેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...