હાલાકીમાં ઘટાડો થશે:રેલવે દ્વારા એસી કોચમાં બારીના પડદા અને બેડરોલ આપવા તૈયારી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કારણે ધાબડા, ચાદર-પિલો બંધ કરાયા હતા
  • કચ્છમાં ઠંડીમાં મુસાફરી ટાણે પ્રવાસીઓને હાલાકીમાં ઘટાડો થશે

કોરોના મહામારીને કારણે અે.સી. કોચમાં અપાતા ધાબડા, ચાદર-પિલો તેમજ પડદા સહિતની સામગ્રી હટાવી લેવાઇ હતી, જો કે હવે ઠંડીની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે અેસી કોચમાં લીનન અાપવાની તૈયારી કરી લેવા માટે તમામ ડિવિઝનને અાદેશ કરાયો છે. અામ, કચ્છમાં ભારે ઠંડી રહેતી હોય છે ત્યારે મુસાફરોને ધાબડા-ચાદર લેવાની હાલાકીમાં ઘટાડો થશે.

ભુજથી મુંબઇ જતી ટ્રેનોના અેસી કોચમાં ચાદર, ધાબડા, પીલો, પડદા કોરોનાની શરૂઅાત ટાણે હટાવી લેવાયા હતા, બાદમાં યુઝ અેન્ડ થ્રો લીનન અાપવાનો અાદેશ થયો પણ તેની અમલવારી થઇ ન હતી. શિયાળો શરૂ થઇ ગયો છે ત્યારે પ્રવાસીઅોને ઘરેથી ધાબડા-ચાદર લઇ જવી પડે છે, ટ્રેનમાં ભારે ઠંડી પડતી હોય છે જેથી મુસાફરી ટાણે ધાબડા ઘરેથી લઇ જવા પડે છે.

અાંતરીક સુત્રોમાંથી મળતી વીગતો મુજબ તમામ રેલવે ડિવિઝનને બે દિવસ પહેલા જ પરીપત્ર કરી લીનન માટે તૈયારી કરી લેવા જણાવાયું છે. અા સુવિધા કયારથી શરૂ થશે તેની કોઇ જાહેરાત કરી નથી, પણ ટુંક સમયમાં શરૂ થાય તેવા અેંધાણ દેખાઇ રહ્યા છે. અા અંગે ભુજ રેલવે મથકના કે. કે. શર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં અે.સી. કોચમાં લીનન સેવાની શરૂઅાત થાય તેવા અેંધાણ દેખાઇ રહ્યા છે, કોઇ ચોક્કસ તારીખ અાપવામાં અાવી નથી.

કોરોનાના વધતા કેસની સંખ્યાથી સેવા પ્રભાવિત થઇ શકે
દેશમાં રસીના બંને ડોઝ લેનારા શખ્સોની સંખ્યા અને હાલમાં કોરોનાના વધી રહેલા કેસ અા સુવિધાને પ્રભાવિત કરી શકે છે. કોરોના મહામારીની ત્રીજી લહેર અાવે તો અા સુવિધા શરૂ થવામા વિલંબ થઇ શકે છે. જો કે શિયાળામાં નાગરીકોને ટ્રેનમાંથી બ્લેન્કેટ, બેડશીટ મળી રહે તે ખુબ જ અનુકુળ રહેશે.

અન્ય સમાચારો પણ છે...