તંત્ર ફરી મક્કમ:રેલવેએ 100થી વધુ દબાણકારોને હટી જવા નોટીસ ફટકારી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પૂર્વે કડક પોલીસ બંદોબસ્ત સાથે મેગા ઝુંબેશ હાથ ધરાઇ હતી
  • કાર્યવાહી અટકાવવા અને રહીશો-સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેકટરને વ્યવસ્થા કરવા ધા નાખી હતી

શહેરના અાત્મારામ સર્કલ નજીક રેલવે તંત્રની 32 અેકર જમીનમાંથી કુલ 25 અેકર જમીન પર કેટલાક વર્ષોથી લોકો કબજો જમાવી બેઠા છે. ગત ડિસેમ્બર માસમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં અાવી હતી. ચાલુ સપ્તાહે 100થી વધુ દબાણકારોને નોટીસ ફટકારાઇ છે, અેક સપ્તાહનો સમય અાપી સ્વેચ્છાઅે હટી જવા કહેવાયું છે. અગાઉની ઝુંબેશમાં અેક લાખ સ્કવેર મીટર જમીનમાંથી કુલ 15 હજાર સ્કવેર મીટર જમીનમાંથી દબાણ દુર કરાઇ હતી. જિલ્લા કલેકટર પાસે સ્થાનિક અાગેવાનો પહોંચ્યા હતા, ઠંડીની સીઝનમાં શ્રમજીવી પરીવારો માટે વ્યવસ્થા કરવા ધા નાખી હતી.

રેલવે તંત્રની કરોડો રૂપિયાની જમીન પર છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ હોતા અેક માસથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં અાવી છે. થોડા દિવસ પૂર્વે જ 15 હજાર સ્કવેર મીટર જમીન પરથી 50 જેટલા કાચા-પાકા દબાણ દુર કરાયા હતા. ચાલુ સપ્તાહે ફરી દબાણકારોને નોટીસ પાઠવવાનું શરૂ કરાયું છે. અા અંગે રેલવેના અેરિયા મેનેજર અાદિશ પઠાણીયા સાથે વાત કરતા તેમણે સમર્થન અાપતા કહ્યું હતું કે, અાત્મારામ સર્કલ વિસ્તારમાં અાવેલી રેલવે તંત્રની જમીન પર દબાણ કરનારા 100થી વધુ કાચા-પાકા દબાણકારોને નોટીસ પાઠવી સાત દિવસનો સમય અપાયો છે.

થોડા દિવસ બાદ ફરીથી કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પડાશે. નોંધનીય છે કે, અંદાજે અેક લાખ સ્કવેર મીટર જમીન પર દબાણ થયેલું છે, જે પૈકી પ્રથમ તબક્કામાં 15 હજાર સ્કવેર મીટર જમીન પરથી પ્રથમ દિવસે દબાણ હટાવાયા હતા.

અા વિસ્તારમાં રેલવેની 32 અેકર જમીનમાંથી 25 અેકર જમીન પર દબાણ થયેલું છે, જેમાં 2000થી વધુ કાચા-પાકા મકાન અને દુકાન તેમજ ઝુંપડાઅો બનાવી દેવાયા છે. અા વિસ્તારમાં અેક અેકરની બજાર કિંમત 2 કરોડ રૂપિયા છે જેથી 25 અેકર જમીનના 50 કરોડ અાસપાસ કિંમત થાય. અામ રેલવેની કરોડો રૂપિયાની જમીન પર થયેલા દબાણને હટાવવા માટે તંત્રઅે બાયો ચડાવી છે.

રહેવાસીઅો કલેકટર-અેસ.પી. પાસે પહોંચ્યા
રેલવે તંત્રની નોટીસ મળતા જ અાત્મારામ સર્કલ પાસે રહેતા રહેવાસીઅો જિલ્લા કલેકટર અને અેસ.પી. પાસે પહોંચ્યા હતા. રહેવાસીઅોઅે પાઠવેલી રજૂઅાતમાં જણાવ્યું હતું કે, જૂના રેલવે સ્ટેશન પાસે રેલવે તંત્રની કુલ કેટલી જમીન છે તેની તપાસ કરવામાં અાવે. રેલવે પ્રશાસનને સરકાર તરફથી 1955ની સાલમાં માત્ર 30 અેકર જમીન ફાળવાઇ હતી જે અંગે રેલવે તંત્ર પણ વાકેફ છે.

પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરી રેલવે તંત્રના કહેવાથી બળપ્રયોગ કરી દબાણ હટાવતા હોવાનો અાક્ષેપ પણ કર્યો હતો. રેલવે તંત્રની કુલ કેટલી જમીન છે તે અંગે રેવન્યુ રેકર્ડની ખરાઇ કરી ડી.અાઇ.અેલ.અાર.થી માપણી કરવામાં અાવે. અમુક મકાન અને જમીન તો સર્વે નંબર 358માં અાવતા હોવાના તેમજ અમુક જમીન ખાનગી માલિકીની છે જેનો કેસ હાઇકોર્ટમાં ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...