તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રેલવેનો સફાઇ કામદાર દારૂની 8 બોટલ સાથે પ્લેટફોર્મ પરથી પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ પર સફાઇ કામદાર કાળા કલરની બેગ સાથે જોવા મળતા તેની અટકાયત કરી બેગ ચેક કરાતા અાઠ બોટલ અંગ્રેજી શરાબ મળી અાવ્યો હતો, ગાંધીધામ રેલવે પોલીસ મથકે તેની સામે ગુનો નોંધી અટકાયત કરી કોવીડ-19 રિપોર્ટ કરવા માટે તજવીજ હાથ ધરવામાં અાવી હતી. મુળ યુપીના રહેવાસી સામે ગાંધીધામ રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, મુંબઇથી અાવતી ટ્રેનના અમુક કોચમાં સ્પેશિયલ ખાના બનાવાયા છે, જેમાં ત્યાંથી શરાબ અહીં લવાય છે તેવી ચર્ચા વચ્ચે ભુજના રેલવે સ્ટેશને પ્લેટ ફોર્મ પર રેલવેનો સફાઇ કર્મચારી અાઠ બોટલ શરાબ સાથે પકડાયો હતો. પવનેશકુમાર રામલખન ચમાર (રહે. મુળ યુપી, હાલ રેલવે સ્ટેશન,ભુજ)વાળો રેલવે તંત્રમાં સફાઇ કર્મચારી તરીકે નોકરી કરે છે, પ્લેટફોર્મ પર અેક કાળા કલરની સ્કુલ બેગ સાથે દેખાતા પોલીસે તેની અટકાયત કરી હતી. બેગ ચેક કરાતા અાઠ અંગ્રેજી શરાબની બોટલ મળી અાવી હતી જે સબંધે તેની પાસે કોઇ પાસ-પરમીટ ન હોતા 2800 રૂપિયાની કિંમતો શરાબ કબજે કરી તેની સામે ગાંધીધામ રેલવે પોલીસમાં ગુનો નોંધાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...