તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માધાપરમાં મહિલા જુગારધામ પર દરોડો 4 સ્ત્રીઓ 41 હજાર સાથે પકડાઇ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં 4 દરોડામાં 22 ખેલી 1.61 લાખની રોકડ સાથે જબ્બે
  • બાલાસરીમાં ખોડાસરના ઉપસરપંચ પણ જુગટું રમતા દબોચાયા

પશ્ચિમ અને પુર્વે કચ્છમાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં મહિલા સહિત 16 જુગારીઓને પોલીસે 1,11,320ની રોકડ, મોબાઇલ અને કાર સહિત 6,51,820ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

માધાપર :બી ડિવિઝન પોલીસે માધાપરમાં એશ્વર્યાનગરમાં રહેતા જયશ્રીબેન કરશન નથુભાઇ રોઠોડના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને સંચાકલ જયશ્રીબેન તથા દેવીબેન મનજીભાઇ કાનજીભાઇ જોગી, ગજરાબા જોરૂભા ઉર્ફે નરસંગજી ધનજી ચૌહાણ, દિપાલીબેન કરશનભાઇ સોની સહિત ચાર મહિલાઓને રૂપિયા 41 હજાર અને 10 હજારના બે મોબાઇલ મળીને 51 હજારના મુદામાલ સાથે મહિલા પોલીસ કિરણબેન બાંટવાની બાતમીના પગલે ઝડપી પાડ્યા હતા.

બાલાસરી : રાપર તાલુકાના ચિત્રોડ પાસે આવેલા બાલાસરી ગામે ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા રમેશભા રામભા ગઢવી, મુળુભા વશરામભા ગઢવી, કરશનભા પુંજાભા ગઢવી, અમરશીભાઇ શામજીભાઇ ગઢવી, ટીનાભાઇ કમુભાઇ કોલી, ખેંગાર કાથડભાઇ કોલી, રણછોડભાઇ મેરાભાઇ કોલી અને શામજી વસાભાઇ કોલીને આડેસર પોલીસે દરોડો પાડી રૂપિયા 37,070 રોકડા તેમજ5 લાખની કાર અને 19 હજારના 6 મોબાઇલ સહિત કુલ રૂપિયા 5,56,070 ના મુદ્દામાલ સાથે રાપર પોલીસે પકડી પાડીને કાયદેસર કાર્યવાહી કરી હતી.

પલાંસવા : રાપર તાલુકાના આ ગામે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રણછોડભાઇ ભવાનભાઇ રાજપુત, ભવાનભાઇ નવિનભાઇ મહેતા, શક્તાભાઇ સિધાભાઇ ભરવાડ, દાનાભાઇ દુદાભાઇ દસાણી અને શક્તાભાઇ હિંદુભાઇ ભરવાડને રૂ.11,050 રોકડ રકમ સાથે પકડી તેમના વિરૂધ્ધ આડેસર પોલીસે ગુનો નોંધ્યો હતો.

ગાંધીધામ : મહેશ્વરીનગરમાં આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસેના ચોકમાં શ્રાવણીયો જુગાર રમી રહેલા વિજયભાઇ શંકરલાલ કારીયા, અલીમામદ ઇબ્રાહિમ કકલ, ગજેન્દ્રસિંહ કનુભા જાડેજા અને સુરેશ ગોવિંદભાઇ ધુવાને રૂપિયા 33,250 રોકડ અને 11,500 ની કિંમતના 3 મોબાઇલ સહિત કુલ રૂપિયા 44,750 ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીધામ: સેક્ટર 6, ગણેશનગરમાં ગણેશ પ્રોવિઝન સ્ટોર પાસે જુગાર રમી રહેલા લક્ષ્મણ ઉર્ફે લચ્છુ લાલજીભાઇ અબચુંગ, વૈંકટરાવ શ્યામમુર્તિ ભૈઇરી, કલ્યાણ મમુભાઇ જોગી, ઇલિયાસ સુલેમાન સાયચા અને પુનમભાઇ બીજલભાઇ ગરવાને રૂ.80,300 રોકડા તથા રૂ.36,000 ની કિંમતના 6 મોબાઇલ સહિત કુલ રૂ.1,16,300 ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...