ક્રાઇમ:માધાપરમાં મહિલા સંચાલિત જુગાર ક્લબ પર દરોડો : વ્યંઢળ સહિત 9 જબ્બે

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પરની હોટલ પાછળ શેરીમાં 13 હજારની રોકડ સાથે 5 ખેલી પકડાયા
  • ​​​​​​​બે દરોડામાં 14 જુગારી પાસેથી રોકડ-મોબાઇલ સહિત 93,810નો મુદામાલ કબજે

માધાપર ગોકુલધામ- 2માં રહેણાકના મકાન મહિલા સંચાલિત જુગારક્લબ પર પોલીસે બાતમીના આધરે દરોડો પાડીને એક વ્યગઢળ અને સાત મહિલા એક પૂરૂષને રોકડ રૂપિયા 34,210 તેમજ 30,500ના 8 મોબાઇલ સાથે પકડી લીધા હતા. તો, હાઇવે પરની હોટલ પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા 5 ખેલીઓને 13,100ની રોકડ તેમજ 16 હજારના 5 મોબાઇલ સાથે પકડી પાડ્યા હતા. ગોકુલધામ-2માં મકાન નંબર 28-બીમાં માધાપર પોલીસે બાતમીના આધારે રાત્રીના સાડા ત્રણ વાગ્યે દરોડો પાડ્યો હતો.

રેઇડ દરમિયાન મકાન માલિક પ્રતિમાબેન શક્તિભાઇ રાજપુત પોતાના ઘરમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડતા હોઇ પોલીસે ઘરમાં કુડાળું કરી જુગાર રમતા શક્તિસિંહ રઘુભા ઝાલા, ભગવતીબેન હરીગર ગોસ્વામી, પૂર્વીબેન ઘનગર ગુસાઇ, પ્રતિમાબેન રાજપુત, રાધાબેન કિર્તીભાઇ બગડા, નાનુબેન નારાણભાઇ વાઘેલા, પરમાબેન નથુભાઇ લોચા, જ્યોતિકાબેન નથુભાઇ લોચા તેમજ સુહાનીદેવ મધુદેવ કિન્નર સહિત નવ ખેલીઓને રંગે હાથે ઝડપી લીધા હતા. તેમના કબજામાંથી રોકડ રૂપિયા 34,100 તેમજ રૂપિયા 30,500ની કિંમતના 8 મોબાઇલ મળી કુલે રૂપિયા 64,710નો મુદામાલ કબજે લઇ તમામ વિરૂધ જુગારઘારાની કલમ 4,5 મુજબ ગુનો નોંધ્યો હતો.

તો બીજી તરફ માધાપર પોલીસે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં હાઇવે રોડ પર આવેલી શેરે પંજાબ નામની હોટલ પાછળની શેરીમાં દરોડા પાડીને તીનપતીનો જુગાર રમતા અનવર ઇસ્માઇલ ચંગલ, ધિરેન કિશોરભાઇ પોમલ, વલીમામદ લતીફ રાયમા, વેરશી રાણા બારોટ, જાફરઅલી હસનઅલી ખલીફા, નામના પાંચ જુગારીઓને રોકડ રૂપિયા 13,100 તેમજ મોબાઇલ નંગ 5 કિંમત 16 હજાર મળીને કુલ રૂપિયા 29,100નો મુદામાલ કબજે કરી પાંચેય વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...