રાસની રમઝટ:કચ્છ જિલ્લામાં નવરાત્રીની આઠમની રાત્ર બની રઢિયાળી રાત, ખેલૈયાઓ ગરબાઓના તાલે મનમૂકીને ઝૂમ્યા

8 દિવસ પહેલા
  • માધાપરની ગરબીમાં દૈનિક 800 જેટલા બાળકોને ગિફ્ટ અપાય છે.
  • સોમનાથ ચોક અને નવદુર્ગા ચોકમાં લાખોના ઘરેણાં પહેરી મહિલાઓ રાસ રમી શકે છે

ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, આઠમા નોરતે કચ્છ જિલ્લાની સેંકડો ગરબીઓમાં ચડતી સાથેના ગરબાઓએ રંગત જમાવી હતી અને ખેલૈયાઓ ગતિશીલ ગરબાઓના તાલે મન મુકીને ઝૂમતા જોવા મળ્યા હતા. દરમ્યાન અષ્ટમી નિમિતે જગ જનની વિશ્વ વિધાતા માં શક્તિના પર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણી સમગ્ર જિલ્લામાં પુરા ભાવ અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવી હતી. કુળદેવીના દેવસ્થાનોએ ભાવિકો શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. તો સાંજે ઘરે સ્થાપિત માતાજીની મૂર્તિ સન્મુખ મગ, ગોળનો નિવેધ ધરવવામાં આવ્યો હતો. અને મંગળ કામના કરવામાં આવી હતી.

નવરાત્રિ ઊજવણી દરમ્યાન ભુજ નજીકના માધાપર ગામની સોમનાથ ચોક ખાતે છેલ્લા પાંચ વર્ષથી ઉજવાતી શ્રી હરિ ગ્રુપ સંચાલિત ગરબીમાં પૂજા આરતી બાદ રાસ ગરબાની રમઝટ જામે છે જેમાં સેંકડોની સંખ્યામાં મહિલાઓ અતિ કિંમતી ઘરેણાંઓના શણગાર કરી ગરબે ઘૂમે છે. તો ઉજવણીની માધ્યમ નાના બાળકોને દાતાના સહયોગથી દરરોજ અવનવી ગિફ્ટ આપવામાં આવે છે. ગત રાત્રે 850 જેટલા બાળકોને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી.

સોમનાથ ચોક ખાતેની ગરબીનું આયોજન શ્રી હરિ ગ્રુપના બેનર હેઠળ કરવામાં આવે છે જેમાં મંડળના પ્રમુખ વિનોદ હરજીભાઈ હીરાણી અને હરીશ માવજીભાઈ ભુડિયા સાંભળી રહ્યા છે. જ્યારે મહિલા વિભાગમાં હીનાબેન વિનોદભાઈ હીરાણી, રશીલાબેન ભુડિયા, વિદ્યા લાછાણી, રંજન લાછાણી, અનિતાબેન ભુડિયા વગેરે સહયોગી બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...