તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેફામ ઇન્સ્પેકટરો:આર. ટી. ઓ.ના નવા ઇન્સ્પેકટરોનું દિવસ-રાત ચેકિંગ પણ પોતાની સેટિંગ શરુ કરવા !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી અાવકમાં વધારો કરવા કે ટાર્ગેટ પુર્ણ કરવા નહીં પણ ‘લાઇન’ ચાલુ કરવા

જે ગાડી પકડે તે વાહન માલિકના અેજન્ટ સાથે સેટિંગમાં નખાવી દેવાની વાતો કરાઇ
છેલ્લા થોડા સમયથી અાર.ટી.અો.ના ઇન્સ્પેકટરો બેફામ બન્યા છે. 15થી 20 જેટલા અાસિ. અને અાઇ.અેમ.વી. ઇન્સ્પેકટરોની ડયુટી ચેકિંગમાં રોટેશન મુજબ અાપવામાં અાવે છે. જો કે, ઇન્સ્પેકટરો તનતોડ મહેનત કરી રાતઉજાગરા કરી ચેકિંગમાં દિવસ-રાત જોયા વગર જોતરાઇ જાય છે જેના પાછળ સરકારી અાવક નહીં પણ પોતાની સેટિંગ ગોઠવવાનો બદઇરાદો હોય છે. ભુજની અાર.ટી.અો.માં ફરજ બજાવતા અમુક ઇન્સ્પેકટર દિવસ-રાત જોયા વગર ચેકિંગ કરતા હોય છે કયારેક પોતાની પ્રાઇવેટ વાહનથી અેક ફોલ્ડરને સાથે રાખી ચેકિંગ કરાય છે. મુખ્ય અધિકારી અારટીઅો અધિકારીની સમાન અટક ધરાવતા અને સુવર્ણરંગના અેક ઇન્સ્પેકટર તો બેફામ રીતે ચેકિંગમાં સેટિંગમાં વાહનો નખાવી દેવાની વાત કરતા થયા છે.

સિમેન્ટ, ખનીજ, લોકલ ડમ્પર, રેતીના ટ્રેકટર-ડમ્પરોને પકડી અોવરલોડ કે નિયમના ભંગ બદલ મેમો અાપવાને બદલે સેટિંગમાં નંબર લખાવી દઇ વહીવટ કરી દેવા માટેની સુફિયાણી સલાણ અાપવામાં અાવતી હોય છે. ભુજથી નલિયા હોય કે મુન્દ્રા, મુન્દ્રાથી ગાંધીધામ તેમજ ભુજથી ભચાઉ વિસ્તારમાં અેકમાત્ર અા ઇન્સ્પેકટર દિવસ-રાત ચેકિંગ કરી સરકારી અાવક વધારવાને બદલે પોતાની લાઇન ગોઠવવામાં સફળ થયા છે.

તો બીજી તરફ, અન્ય ઇન્સ્પેકટરો ભુજથી ભચાઉ પંથકમાં દોડતા વાહનોને ઉભા રખાવવામાં અાવે છે અેટલે ડ્રાઇવર વાહન માલિક તેમજ અેજન્ટ સાથે વાત કરાવે તે સ્વાભાવિક છે. વાહન માલિક અને અેજન્ટને કહેવાય છે કે, રોજ અોવરલોડ ચાલતી હોય તો તમે અા વાહનના નંબર લાઇનમાં નખાવી દયો અેટલે અમને નંબર મળી જશે અને ઉભા રખાશે નહીં.

અમુક લાઇનોમાં મુખ્ય અધિકારીની મીઠીનજર
ભુજથી ભચાઉ તેમજ ભચાઉથી સામખિયાળી અને સુરજબારી સુધી ચાલતા વાહનોને શરૂઅાતમાં મોટી રકમના મેમો અપાયા બાદ સેટિંગમાં નંબર નાખી દેવાયા હતા. અા રૂટની લાઇનમાં મુખ્ય અધિકારીની પણ મીઠી નજર હોવાનું જાણવા મળ્યું છે. તો અમુક ઇન્સ્પેકટરો અને મુખ્ય અધિકારી અેકબીજાને છાવરતા હોય તેવુ ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...