તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આવેલી ફરિયાદો ઝડપથી નિવારો

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ન પુરવઠામંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી

ભુજમાં કલેક્ટર કચેરીઅે અન્ન પુરવઠામંત્રીઅે સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે આવેલી વિવિધ ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા તાકીદ કરી હતી. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો તથા કુટિર ઉધોગ વિભાગની રીવ્યૂ મીટિંગ અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા, કુટિર ઉધોગ રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

રાજયમંત્રીએ નાગરિક પુરવઠા મુદ્દે વિવિધ યોજનાઓ, કાર્યક્રમોનો તાગ મેળવી હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે આવેલી વિવિધ ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા તાકીદ કરી હતી. ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી કલ્પેશ કોરડિયાએ સંપૂર્ણ વિગતો રજૂ કરી હતી. જિલ્લા ઉધોગ કેન્દ્ર, ભુજ જનરલ મેનેજર કનક ડેરે જિલ્લામાં કુટિર ઉધોગ તેમજ હસ્તકલા ઉધોગ સંદર્ભે હાલ અમલી યોજનાઓ, કાર્યક્રમોનો ચિતાર આપ્યો હતો. રાજયમંત્રીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ તેમજ તેમને મળતાં લાભ વિશે પણ ચર્ચા કરી હતી.

બેઠકમાં કલેકટર પ્રવીણા ડી.કે., અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા મેનેજર-નાગરિક પુરવઠો, ગ્રાહક તકરાર નિવારણ કમિશનના બાબભાઇ આહીર, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા તેમજ નાગરિક પુરવઠાના દશરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...